Kutchh/ દારૂના અડ્ડા પર મહિલાઓની જનતા રેડ, ઢાબાની આડમાં ચાલતા દારૂના દૂષણ પર હલ્લાબોલ

વાઈરલ વીડિયોમાં મહિલાઓ એક ઢાબા પર તોડફોડ કરતી અને બાદમાં દારૂ બનાવવાની સામગ્રી એકત્ર કરી સળગાવતી જોવા મળી

Top Stories Gujarat

Kutchh News : પશ્ચિમ કચ્છના અબડાસા તાલુકાના નલિયા અને આસપાસના વિસ્તારમાં દેશી-વિદેશી દારૂની બદી વધી હોય સ્થાનિક મહીલાઓ રણચંડી બની હતી અને દારૂના અડ્ડા પર જનતા રેડ કરી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વાઈરલ વીડિયોમાં મહિલાઓ એક ઢાબા પર તોડફોડ કરતી અને બાદમાં દારૂ બનાવવાની સામગ્રી એકત્ર કરી સળગાવતી જોવા મળી રહી છે. મહિલાઓએ જાતે જ દારૂના અડ્ડા પર દરોડો પાડતા સ્થાનિક પોલીસની કામગીરીને લઈ પણ સવાલો ઉઠ્યા છે. મહિલાઓની જનતા રેડ બાદ પોલીસે દેશીદારૂના વેચાણ અંગેનો એક વ્યકિત સામે ગુનો નોંધ્યો હતો.

નલિયા નજીક આવેલા છાડુંરા ગામ પાસે એક ઢાબામાં દેશી દારુનું વેચાણ થતું હોવાની સ્થાનિક મહિલાઓને જાણ થતા મહિલાઓ દારૂના અડ્ડા પર પહોંચી હતી. મહિલાઓએ હલ્લાબોલ કરી દારૂના અડ્ડામાં તોડફોડ કરી હતી અને દારૂ બનાવવાની સામગ્રી એક જગ્યા પર એકત્ર કરી સળગાવી નાખી હતી. આ સમગ્ર બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ચકચાર મચી છે.કચ્છમા દારૂના ખુલ્લઆમ ચાલી રહેલા વેપલા સામે કાર્યવાહી કરવા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા નલિયા સીપીઆઈ અને પીઆઈને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. નલિયાથી ત્રણ કિમી દારૂ છાડુરા ગામ પાસે આવેલા ઢાબા પર પણ પ્યાસીઓ ભેગા થતા હોવાની રજૂઆત કરવામાં આવી હતી.

દારૂના અડ્ડાઓના કારણે આસપાસમાંથી પસાર થતા લોકોએ મુશ્કેલી પડતી હોય સ્થાનિક મહિલાઓ દ્વારા ઢાબા પર જનતા રેડ કરી દારૂ બનાવવાની સામગ્રીનો નાશ કર્યો હતો.લિયા નજીક આવેલા છાડુરા ગામ પાસેની નાગ્ણેરાય હોટલમાં રહેતા જુવાનસિંહ હઠેસિંહ રાઠોડ નામના શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જુવાનસિંહ દ્વારા છાડુરા ગામની સીમમાં આવેલા સતીમાતાના મંદિર પાસે આવેલ પાણીના વોકળામાં બે ટાંકામાં દેશી દારૂ બનાવવા માટેનો 700 લીટર આથો સંગ્રહ કરીને રાખ્યો હતો. જે પોલીસે કબજે કર્યો હતો.રાજકોટનાં અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં આવતા શ્રીનાથજી પાર્કમાં એક મહિના પહેલા દેશી દારૂના દૂષણ ઉપર સ્થાનિકોએ જનતા રેડ કરતા પોલીસ દોડી ગઈ હતી.

આ વિસ્તારના રહીશો દ્વારા ગેરકાયદેસર બાંધકામોમાં આવી પ્રવૃત્તિ થતી હોવાનું જણાવી મનપા કચેરી ખાતે આ દબાણો દૂર કરવા રજુઆત કરી હતી. જેથી જનતા રેડના બીજા દિવસે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. જયાં અનઅધિકૃત બાંધકામો માલુમ પડતા તાત્કાલીક ડિમોલીશનની નોટીસ આપવા અને વધુમાં વધુ પખવાડીયામાં દબાણો હટાવવા આદેશ આપ્યો હતો. સ્ટેન્ડિંગ ચેરમેનની ત્વરિત કાર્યવાહીની સ્થાનિકો દ્વારા સરાહના કરવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જુનાગઢમાં સોનાના દાગીનાની લૂંટનો મામલો, ફરિયાદી જ નીકળ્યો આરોપી

આ પણ વાંચો:જુનાગઢના જે.કે.સ્વામી વિરૂધ્ધ ગુનો દાખલ

આ પણ વાંચો: જુનાગઢમાં તારાજી સર્જાતા લોકોએ તંત્રને આપ્યો દોષ