ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી છેલ્લા ૧૦૧ દિવસથી હોસ્પીટલમાં સારવાર હેઠળ છે. રાજ્ય સભાની ચૂંટણી સમયે તેઓ કોરોનાનો શિકાર બન્યા હતા./ અને તેમને વડોદરાની ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે રાખવામાં આવ્યા હતા. પરંતુ તેમની તબિયત વધુ કથળતા તેમને અમદાવાદની સીમ્સ hospital ખાતે શિફ્ટ કરવામાં આવ્યા હતા.
હવે તેમની તબિયતમાં સુધારો આવતા આવતીકાલે તેઓને રજા આપવામાં આવશે. નોધનીય છે કે, ભરતસિંહ સોલંકીને કોરોના પોઝિટિવ આવતાં તેઓ 101 દિવસથી સારવારમાં હતા. 51 દિવસ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા. નોધનીય છે કે, માત્ર ભારત જ નહિ પરંતુ એશિયામાં સૌથી વધુ દિવસ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
