Junagadh News: જૂનાગઢમાં સોનાના દાગીનાની લૂંટના મામલામાં ફરિયાદી જ આરોપી નીકળ્યો છે. જૂનાગઢના બાટવા સરાડીયા રોડ પર દાગીનાની લૂંટ થઈ હતી. 1.15 કરોડ રૂપિયાના દાગીનાની લૂંટ કરવામાં આવી હતી. ફરિયાદીએ ભાઈને દાગીના આપીને લૂંટનું કારસ્તાન રચ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદથી આરોપીને ઝડપી લીધો છે. પોલીસે આરોપી પાસેથી દાગીના સહિતનો મુદ્દામાલ કબ્જે લીધો છે.
ઉલ્લેખનીય છે કે જૂનાગઢના બાટવા નજીક સરાડીયા રોડ પર બે દિવસ પહેલા કલા ગોલ્ડ નામની સોની પેઢીમાં કામ કરતા બે સેલ્સમેન પાસેથી કરોડો રૂપિયાના સોના, ચાંદીના દાગીના અને રોકડની લૂંટ ચલાવી ત્રણ ઈસમો ફરાર થઈ ગયા હતા. જે મામલે સેલ્સમેન યાજ્ઞિક જોશીએ બાટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, કુતિયાણા તરફથી i20 કાર લઈ બંને સેલ્સમેન આવી રહ્યા હતા. ત્યારે કારમાં ટેકનિકલ ખામી સર્જાતા બંને સેલ્સમેન નીચે ઉતરી બોનેટ ખોલી ગાડી ચેક કરવા લાગ્યા હતા. તે સમયે કોઈ અજાણ્યો ઈસમ ફોરવીલ પાસે આવી બંને સેલ્સમેનને ગાળો બોલવા લાગ્યો હતો. તેમજ ફરિયાદી અને તેના મિત્ર સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો. ત્યારે થોડો સમય બાદ અચાનક જ પાછળથી અન્ય બે વ્યક્તિઓએ આવી બંને સેલ્સમેન સાથે માથાકૂટ કરી સેલ્સમેનને છરી મારી તેમની પાસે રહેલું અઢી કિલો જેટલું સોનું, ચાંદી, રોકડ રૂપિયા અઢી લાખ રોકડા મળી કુલ 1 કરોડ 15 લાખ 82 હજારનો મુદ્દામાલ લૂંટી ગયા હતા. તેને લઈ જુનાગઢ એસપી , ડિવાયએસપી, ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો.
આ પણ વાંચો: આંગડિયા પેઢી લૂંટ કેસમાં પાટણ lcb પોલીસે આરોપીઓ ને દબોચ્યા
આ પણ વાંચો: જૂનાગઢ બાદ બનાસકાંઠામાં પણ દોઢ કિલો સોનાની સનસનાટીભરી લૂંટ
આ પણ વાંચો: જૂનાગઢમાં એક કરોડથી વધુ રકમની લૂંટથી ચકચાર