Patan News : પાલનપુર અમદાવાદ હાઇવે પર આવેલ છાપી નજીક આંગડિયા પેઢીના કર્મચારીનો દાગીના ભરેલા થેલાની લૂંટ ચલાવનાર લૂંટારૂ ઓને પાટણ એલ.સી.બી પોલીસે દબોચ્યાં હતા અમદાવાદના આંગડિયા પેઢીના કર્મચારી હોટલ ઉપર ચા પી બસ માં બેઠો ત્યારે થેલો ઝુંટવી લૂંટ નાં ગુનાને અંજામ આપી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા.
જેમાં રૂપિયા 1.30 કરોડ નાં 29 પેકેટ ભરેલો સોનાના દાગીના નો થેલો ઝુંટવી ત્રણ શખ્શો ફરાર થઈ જતાં ઘટનાને પગલે પાટણ પોલીસે અલગ અલગ ટિમો બનાવી હાઇવે પર પેટ્રોલિંગ શરૂ કર્યા હતા ત્યારેપાટણ LCB પોલીસ એ પેટ્રોલિંગ સમયે શંકાના આધારે રુવાવી ગામ આગળ થી ત્રણ લૂંટારુ ઝડપ્યા અને સઘન પૂછપરછ હાથ ધરતા સમગ્ર લૂંટ અંગે કબૂલાત કરી હતી. LCB એ આરોપી પાસેથી લૂંટ કરેલ મુદામાલ રિકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
આ પણ વાંચો: ગુજરાતના તમામ ક્લિનિકલ મેડિકલ એસ્ટાબ્લિશમેન્ટ્સની નોંધણી હવે ફરજિયાત
આ પણ વાંચો: સતત બીજા દિવસે વધુ એક મુન્નાભાઈ એમબીબીએસની ધરપકડ, ટ્રસ્ટના નામે ચલાવતો હતો ક્લિનિક