Amreli News: અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના વઢેરા ગામ નજીક ખેડૂતના ખેતરમાંથી આશરે એક મહિનાના સિંહબાળનો મૃતદેહ (Amreli lion cub death) મળી આવતા વનવિભાગમાં દોડધામ મચી હતી. ઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સિંહબાળના મૃતદેહનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, સિંહબાળ (Amreli lion cub death) ખેતરની વાડીમાં લગાવવામાં આવેલી જાળીમાં ફસાઈ ગયું હતું. જાળીમાં ફસાયા બાદ તેના ગળા પર દબાણ આવ્યું હતું અને શ્વાસ રૂંધાઈ જવાથી તેનું મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે.
Amreli lion cub death: 1 મહિનાના બચ્ચાનું મોત
આ ઘટના જાફરાબાદ તાલુકાના વઢેરા ગામ નજીક ગોવિંદભાઈ ભગવાનભાઈ સોલંકીના ખેતરમાં બની હોવાનું સામે આવ્યું છે. સિંહબાળ જાળીમાં ફસાયા બાદ બહાર નીકળી શક્યું ન હતું. લાંબા સમય સુધી જાળીમાં ફસાયેલા રહેવાના કારણે તેના ગળા પર દબાણ વધ્યું અને અંતે શ્વાસ રૂંધાતા તેનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થયા બાદ વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. મૃતદેહને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સિંહબાળના મોતનું ચોક્કસ કારણ અને ઘટનાક્રમ અંગે વધુ સ્પષ્ટતા થઈ શકે છે. દરમિયાન, આ ઘટના એક દિવસ અગાઉ બની હોવાની ચર્ચા વચ્ચે સિંહબાળના મોતની માહિતી અંગે સવાલો પણ ઉઠી રહ્યા છે. વનવિભાગ દ્વારા ઘટનાની માહિતી છુપાવવામાં આવી હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.
આ અંગે ઇન્ચાર્જ ACF રાજન જાદવનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, સિંહબાળના મોત (Amreli lion cub death)ની જાણ થતાં જ વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે અને સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને વનવિભાગની તપાસ બાદ સિંહબાળના મોતની સમગ્ર હકીકત વધુ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો:આબલિયાળામાં સિંહબાળનું મોત કુદરતી પણ નખ ગાયબ
આ પણ વાંચો:ધારી ગીર પૂર્વમાં સિંહબાળનું રહસ્યમય મોત, ઇલેક્ટ્રિક શોકની આશંકા; વનવિભાગે તપાસ તેજ કરી
આ પણ વાંચો:અમરેલીમાં 3 સિંહબાળના મોતની ઘટના, પ્રાણીપ્રેમીઓ ચિંતિત થયા
