હત્યા/ દિવાળીના દિવસે જ જમીનના ઝઘડામાં લોહી રેલાયું, પિતા-પુત્રના મોતથી માહોલ ગમગીન

દિવાળીના સપરમા પર્વે કચ્છના ભુજ તાલુકાના ખાવડાના દિનારા નજીક હારૂનવાંઢમાં જમીનના ઝઘડામાં લોહી રેડાયું છે અને એકસાથે બબ્બે લોકોની ઘાતકી હત્યા કરી દેવાઈ છે.

Gujarat Others
tulsi 19 દિવાળીના દિવસે જ જમીનના ઝઘડામાં લોહી રેલાયું, પિતા-પુત્રના મોતથી માહોલ ગમગીન

દિવાળીના સપરમા પર્વે કચ્છના ભુજ તાલુકાના ખાવડાના દિનારા નજીક હારૂનવાંઢમાં જમીનના ઝઘડામાં લોહી રેડાયું છે અને એકસાથે બબ્બે લોકોની ઘાતકી હત્યા કરી દેવાઈ છે. ડબલ મર્ડરના બનાવના પગલે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે હારૂનવાંઢમાં ગૌચરની જમીન પર વાડા બનાવવા મુદ્દે લોહિયાળ ધિંગાણું ખેલાયું હતું. પાંચ-છ શખ્સો તીક્ષ્ણ હથિયારો સાથે પિતા-પુત્ર પર તૂટી પડ્યાં હતા જેમાં ગંભીર ઈજાથી બંનેના મોત નીપજ્યાં છે.

મૃતક પિતા પુત્રમાં ભીલાલ ઈસ્માઈલ સમા અને ઈશાક ભીલાલ સમાનો સમાવેશ થાય છે. સામા પક્ષે ત્રણ લોકો ઘવાયાં છે અને ત્રણ જણાં ફરાર છે. ઘાયલોમાં દાઉદ જુમા, હકીમ રાયબ, સોયબ રાયબનો સમાવેશ થાય છે. જ્યારે હમીદ અબ્દ્રીમ, જુસબ દાઉદ અને રાયબ જુમા નામના આરોપીઓ નાસી ગયાં છે. હાલ હારૂનવાંઢમાં પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો છે અને તપાસ હાથ ધરી છે.