Not Set/ વેન્ટિલેટર સપોર્ટ ની જરૂર હોય તેવા દર્દીઓ માટે અમે હોસ્પિટલના ગેટ બંધ કરી રહ્યા છીએ : ડો. સમીર શાહ

ડોક્ટર સમીર શાહે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ભાવનગર માટે આજનો દિવસ અતિ ખરાબ છે. સપોર્ટની જરૂર હોય તેવા દર્દીઓ  માટે અમે સર ટી હોસ્પિટલ નો ગેટ બંધ કરી રહ્યા છીએ.

Gujarat Others Trending
virar 1 વેન્ટિલેટર સપોર્ટ ની જરૂર હોય તેવા દર્દીઓ માટે અમે હોસ્પિટલના ગેટ બંધ કરી રહ્યા છીએ : ડો. સમીર શાહ

ગુજરાતમાં કોરોનાવાયરસ ની બીજી લહેરે કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે ગુજરાત ના જુદા જુદા જિલ્લામાં કોવિડ હોસ્પિટલ ની અંદર ટેસ્ટીંગ કીટ બેડ દવાઓ અને ઓક્સિજનની ભારે તંગી વર્તાઇ રહી છે દક્ષિણ ગુજરાત બાદ હવે ભાવનગરની હોસ્પિટલના એક એચઓડી ની  પોસ્ટ વાઇરલ થઇ રહી છે.  જેમાં તેઓ જરૂરિયાત મંદ દર્દીઓ માટે હોસ્પિટલ નો ગેટ બંધ કરી રહ્યા બદલ દિલગીરી વ્યક્ત કરી રહ્યા છે.

ડોક્ટર સમીર શાહે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ભાવનગર માટે આજનો દિવસ અતિ ખરાબ છે. સપોર્ટની જરૂર હોય તેવા દર્દીઓ  માટે અમે સર ટી હોસ્પિટલ નો ગેટ બંધ કરી રહ્યા છીએ. હોસ્પિટલ ની સુવિધાઓ તેની સંપૂર્ણ તાકાત સાથે ચાલી રહી છે. પરંતુ અમે દિલગીર છીએ કુલ 168 ડોક્ટરો અને 196 નિવાસી અને તબીબી વિદ્યાર્થી અને નર્સિંગ સ્ટાફ અને વર્ગ-૪ અને સફાઈ કામદાર અથાક મહેનત કરી રહ્યા છે. તો સાથે સાથે મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડીન અને એડિશનલ કલેક્ટર પણ નાગરિકોને શ્રેષ્ઠ આપવા માટે પ્રયાસ કરી રહ્યા છે.  ૬૫૦ બેડની સુવિધા ઉચ્ચ ઓક્સિજનની સંપૂર્ણ ક્ષમતા સાથે ચાલી રહી છે. શું તમે ક્યારેય તેને સમજવાનો પ્રયત્ન કર્યો છે જે  દ્વારા તમારા પ્રિય લોકોની સારવાર અથવા બચાવ માટેનું જોખમ લીધું છે. અમે આભાર સિવાય કાંઈ પણ અપેક્ષા રાખતા નથી. પરંતુ તમને ખાતરી આપીએ છીએ કે વધુ વિસ્તૃત ક્ષમતા સાથે અમે ટૂંક સમયમાં પાછા આવીશું. એક દિવસમાં ઓક્સિજનની આવશ્યકતા મહત્તમ ૨૫ ટન પ્રવાહી ઓક્સિજન પર પહોંચી ગઈ છે. અને અમે અમારો શ્રેષ્ઠ પ્રયત્ન કરવાનો પ્રયાસ કરીએ છીએ. ગભરાશો નહીં . આપણે તેનો સામનો કરવો પડશે.

ભાવનગરના સર ટી હોસ્પિટલ ના એચડી સમીર શાહ ભારે દિલગીરી વ્યક્ત કરી હોસ્પિટલના દરવાજા બંધ કાર્યનું જણાવી રહ્યા છે.  હોસ્પિટલમાં હવે આનાથી વધુ દર્દીઓ નો સમાવેશ થઇ શકે તેમ નથી તેવો જણાવી રહ્યા છે આ પરિસ્થિતિ જણાવી રહી છે કે જિલ્લામાં કોરોના એક કેટલો તરખાટ મચાવ્યો છે.