Sachin Tendulkar/ ભારતમાં ક્યાં છે ‘સચિન’ નામનું રેલવે સ્ટેશન, સુનીલ ગાવસ્કરે શોધી કાઢ્યું

શું તમે જાણો છો કે ભારતમાં ‘સચિન’ નામનું રેલવે સ્ટેશન ક્યાં છે… તો ચાલો આજે અમે તમને તેના વિશે સંપૂર્ણ વિગતમાં જણાવીએ…

Trending Sports
'સચિન' નામનું રેલવે સ્ટેશન

સચિન તેંડુલકર માત્ર એક નામ નથી પરંતુ સમગ્ર વિશ્વમાં ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાય છે. ભારતીય ક્રિકેટ આજે જ્યાં છે તેમાં સચિને પણ મહત્વની ભૂમિકા ભજવી છે. પરંતુ, બહુ ઓછા લોકો જાણે છે કે ભારતમાં સચિન નામનું એક રેલવે સ્ટેશન છે. હવે તમે વિચારી રહ્યા હશો કે શું આ સ્ટેશનનું નામ સચિન તેંડુલકરના નામ પરથી રાખવામાં આવ્યું છે? તો જવાબ છે…ના. દિગ્જ્જ સુનીલ ગાવસ્કરે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે.

સુનિલ ગાવસ્કરે કર્યું પોસ્ટ

સચિન નામનું સ્ટેશન ગુજરાત રાજ્યના સુરત શહેર નજીક મુંબઈ-અમદાવાદ-જયપુર-દિલ્હી લાઇન પર આવેલું છે. SCH કોડેડ આ સ્ટેશન પર 3 પ્લેટફોર્મ છે. દેશના મહાન ઓપનિંગ બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ‘સચિન’ નામના આ સ્ટેશનનો ફોટો શેર કર્યો છે. જેમાં સ્ટેશનના નામ તરીકે ગાવસ્કરની ઉપર સચિન લખેલું જોવા મળે છે. સાથે જ કેપ્શનમાં તેણે લખ્યું- ‘છેલ્લી સદીના તે લોકોની દૂરંદેશી કેવી હતી કે તેઓએ સુરત નજીકના એક રેલવે સ્ટેશનનું નામ અમારી રમતના એક મહાન ખેલાડી અને મારા પ્રિય ક્રિકેટર પર રાખ્યું, પરંતુ સૌથી અગત્યનું મારા ફેવીરીટના નામ પર રાખ્યું.

વિરાટ કોહલી સચિનના રેકોર્ડની નજીક જઈ રહ્યો છે

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ સચિન તેંડુલકરે પોતાની કારકિર્દી દરમિયાન ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા. તેણે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 100 સદીનો રેકોર્ડ બનાવ્યો હતો, જે આજે પણ અતૂટ છે. જો કે હવે વિરાટ કોહલી ઝડપથી આ રેકોર્ડ તરફ આગળ વધી રહ્યો છે. હાલમાં જ વર્લ્ડ કપ દરમિયાન વિરાટે તેની 50મી ODI સદી ફટકારીને સચિનનો સૌથી વધુ ODI સદીનો રેકોર્ડ તોડ્યો હતો. પરંતુ હવે તેનું લક્ષ્ય તેંડુલકરનો સૌથી મોટો રેકોર્ડ એટલે કે 100 સદીનો રેકોર્ડ છે. તેને તોડવા માટે વિરાટે 20 વધુ સદી ફટકારવી પડશે કારણ કે તેણે ત્રણેય ફોર્મેટમાં મળીને 80 સદી ફટકારી છે.


whatsapp ad White Font big size 2 4 ભારતમાં ક્યાં છે 'સચિન' નામનું રેલવે સ્ટેશન, સુનીલ ગાવસ્કરે શોધી કાઢ્યું


આ પણ વાંચો:વિરાટ કોહલી થયો ઘાયલ, ચહેરા પર ગંભીર ઇજાના નિશાન, સોશિયલ મીડિયા પર પોસ્ટ જોઈ ફેન્સને થઈ ચિંતા

આ પણ વાંચો:MI ઘરે પરત ફર્યા બાદ હાર્દિક પંડ્યાની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- ઘણી બધી યાદો…

આ પણ વાંચો:પંડયાની વિદાયના પગલે શુબમન ગિલ ગુજરાત ટાઇટન્સનો નવો કેપ્ટન

આ પણ વાંચો:હાર્દિક પંડ્યાને લઈને મોટા સમાચાર! ગુજરાત ટાઇટન્સ સાથે ફળ્યો છેડો, IPL 2024 પહેલા આ ટીમમાં જોડાયા