IPL News/ પંડયાની વિદાયના પગલે શુબમન ગિલ ગુજરાત ટાઇટન્સનો નવો કેપ્ટન

ગુજરાત ટાઇટન્સ ટીમે IPL 2024 માટે તેના નવા કેપ્ટનની જાહેરાત કરી છે. ભારતીય ટીમના યુવા ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલને ગુજરાત ટાઇટન્સનો નવો કેપ્ટન જાહેર કરવામાં આવ્યો છે.

Top Stories Sports
YouTube Thumbnail 2023 11 27T141132.984 પંડયાની વિદાયના પગલે શુબમન ગિલ ગુજરાત ટાઇટન્સનો નવો કેપ્ટન

મુંબઈઃ ગુજરાત ટાઇટન્સ ટીમે IPL 2024 માટે તેના નવા કેપ્ટનની જાહેરાત કરી છે. ભારતીય ટીમના યુવા ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલને ગુજરાત ટાઇટન્સનો નવો કેપ્ટન જાહેર કરવામાં આવ્યો છે. શુભમન ગિલ વર્ષ 2024 IPLમાં ગુજરાતની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. શુભમન ગિલ પહેલા ગુજરાત ટાઇટન્સની કપ્તાની હાર્દિક પંડ્યાના હાથમાં હતી. હાર્દિક પંડ્યાએ પોતાની કેપ્ટનશીપમાં ગુજરાત ટાઇટન્સને એકવાર ચેમ્પિયન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી છે.

શુભમન ગિલ નવો સુકાની બન્યોઃ હાર્દિક પંડ્યા ટ્રેડ થયા બાદ મુંબઈ ઈન્ડિયન ગયો છે.મુંબઈ ગયા બાદ ગુજરાત ટાઈટન્સ ટીમે સુમન ગિલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.શુબમન ગિલ તેની કેપ્ટનશિપમાં ગુજરાત ટાઈટન્સને ટાઈટલ અપાવવાનો પ્રયાસ કરશે.હાર્દિક પંડ્યા છેલ્લા કેટલાક દિવસોથી મુશ્કેલીમાં છે. ચર્ચાઓનું વાતાવરણ ગરમાયું હતું પરંતુ સોમવારે 27 નવેમ્બરે ગુજરાત ટાઈટલ્સની ટીમે પુષ્ટિ કરી હતી કે હાર્દિક પંડ્યા તેમની ટીમનો ભાગ નથી.

ગુજરાત પંડ્યાની ખોટ કરશે: ગુજરાત ટાઇટન્સ ટીમ ચોક્કસપણે તેના મેચ વિજેતા ખેલાડીની ખોટ કરશે. હાર્દિક પંડ્યા બોલ અને બેટ બંનેથી ટીમ માટે મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે. કેપ્ટન તરીકે તેનો રેકોર્ડ પણ શાનદાર રહ્યો છે. હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ગુજરાત ટાઇટન્સ ટીમ એક વખત ટાઇટલ જીતવામાં સફળ રહી હતી અને બીજી વખત ફાઇનલમાં પહોંચી હતી. ગુજરાત ટાઇટન્સ ટીમ હવે હાર્દિક પંડ્યાના સ્થાને નવા ઓલરાઉન્ડરની શોધ કરશે.

મુંબઈની તાકાત બમણી : બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં હાર્દિક પંડ્યાના આગમનથી ટીમની તાકાત વધી ગઈ છે. હાર્દિક પંડ્યા મિડલ ઓર્ડરમાં બેટિંગની સાથે બોલથી પણ પરાક્રમ કરશે. પંડ્યાએ તેની આઈપીએલ કારકિર્દીની શરૂઆત મુંબઈ ઈન્ડિયન્સથી કરી હતી. તે ફરી એકવાર મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફર્યો છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમે હાર્દિક પંડ્યા માટે મોટો ખર્ચ કર્યો છે. હાર્દિક પંડ્યાના મુંબઈ આવવાથી ટીમનું સંતુલન ઘણું સારું લાગે છે.


આ પણ વાંચોઃ Breaking News/ હાર્દિક પંડ્યાને લઈને મોટા સમાચાર! ગુજરાત ટાઇટન્સ સાથે ફળ્યો છેડો, IPL 2024 પહેલા આ ટીમમાં જોડાયા

આ પણ વાંચોઃ Unseasonal Rain/ ગુજરાતમાં માવઠું જારીઃ આજે તાપીના કુકરમુંડા જિલ્લામાં દોઢ ઇંચ વરસાદ

આ પણ વાંચોઃ Gujarat Rain News/ કેમ ગુજરાતમાં કમોસમી વરસાદે મચાવી તબાહી, વીજળી પડવાથી બે ડઝન લોકોએ ગુમાવ્યો જીવ