Not Set/ કોવિડ કાળમાં રોટરી ક્લબ દ્વારા આપેલ વેન્ટિલેટર પણ સરકાર કેમ ચાલુ નથી કરી રહી..?

ત્યારે ઉત્તર ગુજરાતના સિદ્ધપુર શહેરમાં કોરોનાની સારવાર માટે 200 બેડની હોસ્પિટલ ચાલુ કરવા અને કપરી પરિસ્થિતિમાં રોટરી ક્લબ દ્વારા આપેલ વેન્ટિલેટર ધૂળ ચાટી રહ્યા છે.

Gujarat Others
Untitled 312 કોવિડ કાળમાં રોટરી ક્લબ દ્વારા આપેલ વેન્ટિલેટર પણ સરકાર કેમ ચાલુ નથી કરી રહી..?

ગુજરાત રાજ્યમાં કોરોનાની બીજી લહેરે આતંક ફેલાવ્યો છે. ત્યારે મોટા શહેરોથી લઇ નાના ગામડાઓમાં પણ પરિસ્થિતિ ગંભીર થી અતિગંભીર બની રહી છે. લોકો ટેસ્ટીંગ, હોસ્પીટલમાં બેડ, દવા અને રેમડેસિવિર ઇન્જેકશન અને ઓક્સિજન અને વેન્ટિલેટર માટે ફાંફા મારી રહ્યા છે.

ત્યારે ઉત્તર ગુજરાતના સિદ્ધપુર શહેરમાં કોરોનાની સારવાર માટે 200 બેડની હોસ્પિટલ ચાલુ કરવા અને કપરી પરિસ્થિતિમાં રોટરી ક્લબ દ્વારા આપેલ વેન્ટિલેટર ધૂળ ચાટી રહ્યા છે. ત્યારે સિદ્ધપુરના સમાજ સેવક યુવાનો દ્વારા આજે સિદ્ધપુર  પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી આ વેન્ટિલેટર તાત્કાલિક ચાલુ કરવા માંગ કરવામાં આવીછે. સાથે માંગણી નહીં સંતોષાય તો આગામી તા. 1 મે થી મામલતદાર કચેરી ખાતે આમરણાંત ઉપવાસ પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે.

હાલમાં કોરોનના કહેર વચ્ચે સરકાર દ્વારા સિદ્ધપુરની હોસ્પિટલમાં કોઈપણ જાતની સુવિધા આપવામાં આવતી નથી કોરોનના દર્દીઓને ઓક્સિજન વિના જીવ ગુમાવવો પડે છે. તેમજ તાજેતરમાં સિદ્ધપુર રોટરી ક્લ્બ દ્વારા વેન્ટિલેટર મશીન આપવામાં આવ્યું હોવા છતાંય હજુ કાર્યરત કર્યું નથી ત્યારે સિદ્ધપુરની જનતાના હિત માટે અમારી આ માંગણીઓનો  વહેલી તકે ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી તા.1 મે થી મામલતદાર કચેરી ખાતે આમરણાંત ઉપવાસ પર બેસી આંદોલન કરવામાં આવશે.