Not Set/ અમદાવાદ/ સિવિલ હોસ્પિટલ દ્વારા પ્લાઝ્મા કલેક્શન મોબાઈલ વાન શરૂ

  અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડિપાર્ટમેન્ટ ઓફ ઇમ્યુનોહિમેટોલોજી અને બ્લડ ટ્રાન્સફ્યુઝન દ્વારા પ્લાઝ્મા કનેક્શન મોબાઈલ વાન શરૂ કરવામાં આવી છે. કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે પૂરતા પ્રમાણમાં પ્લાઝ્મા એકત્રિત કરવાના હેતુથી તેમજ કોરોનાને મહાત આપેલા દર્દીઓને પ્લાઝ્મા ડોનેટ કરવા માટે હોસ્પિટલ સુધી ના આવવું પડે તેમજ તેમના ઘર આંગણેથી જ પ્લાઝ્મા એકત્ર કરવા માટે ખાસ મોબાઈલ વાન […]

Ahmedabad Gujarat
2cf3f382172f288589fb19347c129af2 અમદાવાદ/ સિવિલ હોસ્પિટલ દ્વારા પ્લાઝ્મા કલેક્શન મોબાઈલ વાન શરૂ
2cf3f382172f288589fb19347c129af2 અમદાવાદ/ સિવિલ હોસ્પિટલ દ્વારા પ્લાઝ્મા કલેક્શન મોબાઈલ વાન શરૂ 

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડિપાર્ટમેન્ટ ઓફ ઇમ્યુનોહિમેટોલોજી અને બ્લડ ટ્રાન્સફ્યુઝન દ્વારા પ્લાઝ્મા કનેક્શન મોબાઈલ વાન શરૂ કરવામાં આવી છે. કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે પૂરતા પ્રમાણમાં પ્લાઝ્મા એકત્રિત કરવાના હેતુથી તેમજ કોરોનાને મહાત આપેલા દર્દીઓને પ્લાઝ્મા ડોનેટ કરવા માટે હોસ્પિટલ સુધી ના આવવું પડે તેમજ તેમના ઘર આંગણેથી જ પ્લાઝ્મા એકત્ર કરવા માટે ખાસ મોબાઈલ વાન શરૂ કરવામાં આવી છે.

કોવિડ 19ની મહામારીમાં પ્લાઝ્મા થેરાપી આશીર્વાદરૂપ બની છે. અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. ત્યારે કોરોનાને મ્હાત આપેલા દર્દીઓ પ્લાઝ્મા ડોનર બની ગયા છે. પરંતુ લોકો હોસ્પિટલમાં આવીને પ્લાઝ્મા ડોનેટ કરાવવામાં પણ ક્યાંય ફફડાટ અનુભવે છે. જેથી લોકો પ્લાઝ્મા ડોનેટ કરી શકે તે માટે પ્લાઝ્મા કલેક્શન મોબાઈલ વાન શરૂ કરી છે.  આ માટે હેલ્પલાઇન નંબર પણ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં પ્લાઝ્મા ડોનેટની તમામ માહિતી આપવામાં આવે છે. તેમજ મોબાઈલ નંબર પર એપોઈટમેન્ટ પણ લખવામાં આવે છે.  પ્લાઝ્મા ડોનેટ કર્યા બાદ તમામ ડોનારોને સર્ટીફીકેટ પણ આપવામાં આવશે.

મોબાઈલ બ્લડ બેન્ક વાનમાં જ પ્લાઝ્મા એકત્ર કરવા માટેનું એફરેસિસ મશીન પણ રાખવામાં આવ્યું છે. જેની કિંમત 16 લાખ રૂપિયા છે. રકત દાતાઓના એફરેસિસ મશીનમાં લોહીના ઘટકો અલગ પાડીને 500 મિલી પ્લાઝ્મા એકત્રિત કરવામાં આવે છે.  લોહીનો એક જ ઘટક પ્લાઝ્મા લેવામાં આવે છે. પ્લાઝ્મા ડોનર ડોનેટ કર્યાના 15 દિવસ પછી ફરી પ્લાઝ્મા ડોનેટ કરી શકે છે. દરેક દર્દીને 200 મિલી લીટર કન્વેલીસેન્ટ પ્લાઝ્માના બે ડોઝ ચડાવવામાં આવે છે. પ્લાઝ્મા ડોનેટની સમર્ગ પ્રકિયા 1 કલાકમાં પૂર્ણ થાય છે.

ડિપાર્ટમેન્ટ ઓફ ઇમ્યુનોહિમેટોલોજી અને બ્લડ ટ્રાન્સફ્યુઝન દ્વારા અધતન મશીન મારફતે કોવિડના સાજા થયેલા દર્દીઓને પ્લાઝ્મા ડોનેટ કરવા માટે ફોન કરીને પ્રોત્સાહિત કરવામાં આવે છે. પ્લાઝ્મા લેતી વખતે ડોનરનું એન્ટી બોડી સ્ક્રીનીંગ ટેસ્ટ કરવામાં આવે છે. કોરોનામુક્ત થયેલા દર્દીમાં એન્ટીબોડી ડેવલપ થાય તે હેતુ થી  પ્લાઝ્મા લેવામાં આવે છે.

માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.