Not Set/ video: વિદ્યાર્થીની પાસે કરાવી શૌચાલયની સફાઇ, આમ ભણશે ગુજરાત..?

બનાસકાંઠા બનાસકાંઠાના દાંતીવાડામાં વિદ્યાર્થીની પાસે શૌચાલયની સફાઇ કરાવવાની ઘટના સામે આવી છે. દાંતીવાડાના ધાનેરી શાળાનો વિડિયો વાયરલ થયો છે. આ વિડિયોમાં તમે જોઇ શકો છો કે શાળામાં ભણવાના સમયે આ વિદ્યાર્થીની શૌચાલયની સફાઇ કરી રહી છે. ત્યારે વાત કરીએ તો સફાઇ માટે શાળામાં મહિને 1800 રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પણ આ માસુમ વિદ્યાર્થીનીને શૌચાલય,મુતરડીની […]

Top Stories Gujarat Trending Videos
sadf video: વિદ્યાર્થીની પાસે કરાવી શૌચાલયની સફાઇ, આમ ભણશે ગુજરાત..?

બનાસકાંઠા

બનાસકાંઠાના દાંતીવાડામાં વિદ્યાર્થીની પાસે શૌચાલયની સફાઇ કરાવવાની ઘટના સામે આવી છે. દાંતીવાડાના ધાનેરી શાળાનો વિડિયો વાયરલ થયો છે. આ વિડિયોમાં તમે જોઇ શકો છો કે શાળામાં ભણવાના સમયે આ વિદ્યાર્થીની શૌચાલયની સફાઇ કરી રહી છે.

ત્યારે વાત કરીએ તો સફાઇ માટે શાળામાં મહિને 1800 રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પણ આ માસુમ વિદ્યાર્થીનીને શૌચાલય,મુતરડીની સફાઇ કરવી પડી રહી છે.

વિદ્યાર્થીની શૌચાલય સાફ કરવા માટે પાણી ભરીને લાવી રહી છે, જ્યારે બીજી વિદ્યાર્થીની પાણીની ડોલ લઈ હાથમાં સાવરણો લઈ પાણી નાખી સફાઈ કરી રહી છે. પહેલા ટોયલેટની સફાઈ કરવામાં આવે છે, ત્યારબાદ મુતરડીમાં પાણી નાખી તેની સફાઈ કરવામાં આવે છે. આ વીડિયો વાલીઓ પાસે પહોંચતા આખી ઘટના સામે આવી છે.

ડાંગની એક શાળામાં પણ બાળકો પાસે શૌચાલયની સફાઈની ઘટના સામે આવી હતી, તો અમદાવાદમાં વિદ્યાર્થીઓ પાસે પાવડા વડે કાળી મજૂરી કરાવવાની ઘટના સામે આવી હતી. પ્રાથમિક શાળાને સરકાર દ્વારા સફાઈ માટે, બગીચા માટે તથા વિવિધ કાર્યક્રમો માટે ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે, પરંતુ કેટલીક શાળાઓ બાળકો પાસે કામ કઢાવી લઈ ગ્રાન્ટના પૈસા ચાઉ કરી જતી હોવાની પણ ફરીયાદો ઉઠી રહી છે.

આ વિડિયો વાઇરલ થતા વાલીઓમાં રોષ ફેલાયો છે અને શાળાનાં શિક્ષકોની મનમાની સામે વાલીઓમાં આક્રોશ પણ જોવા મળ્યો હતો. આ મામલે તંત્ર દ્વારા પગલા લેવાય તેવી વાલીઓએ માંગ કરી છે.