Not Set/ ચૂકાદો/ એક વ્યક્તિની હત્યાનાં કેસમાં કોર્ટે આપી 16 લોકોને ફાંસીની સજા

કોર્ટ દ્વારા એક હત્યા કેસમાં 16 આરોપીઓને મોતની સજા ફટકારવામાં આવતા સન્નાટો છવાઇ ગયો હતો. એક સાથે 16 આરોપી(વ્યક્તિ)ને મોતની સજા આવુું, વિશ્વમાં ખુબ જુજ કેસોમાં જોવામાં આવ્યું છે અને તે પણ કોઇ એક કે બે વ્યક્તિની હત્યાનો મામલો હોય ત્યારે રેરેસ્ટ જજમેન્ટ કહી શકાય તેવો આ ચૂકાદો કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. જી હા, […]

Top Stories World
pjimage 41 ચૂકાદો/ એક વ્યક્તિની હત્યાનાં કેસમાં કોર્ટે આપી 16 લોકોને ફાંસીની સજા

કોર્ટ દ્વારા એક હત્યા કેસમાં 16 આરોપીઓને મોતની સજા ફટકારવામાં આવતા સન્નાટો છવાઇ ગયો હતો. એક સાથે 16 આરોપી(વ્યક્તિ)ને મોતની સજા આવુું, વિશ્વમાં ખુબ જુજ કેસોમાં જોવામાં આવ્યું છે અને તે પણ કોઇ એક કે બે વ્યક્તિની હત્યાનો મામલો હોય ત્યારે રેરેસ્ટ જજમેન્ટ કહી શકાય તેવો આ ચૂકાદો કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે.

જી હા, બાંગ્લાદેશનાં ફેનીની એક કોર્ટે સોનાગાજી ઇસ્લામીયા મદરેસાની વિદ્યાર્થી નૂસરત જહાં રફી હત્યા કેસમાં સંડોવાયેલા 16 દોષિતોને ગુરુવારે ફાંસીની સજા સંભળાવી છે. આ ચૂકાદો જિલ્લા મહિલા અને બાળ દુરૂપયોગ નિવારણ કોર્ટે આપ્યો છે.

ફેનીમાં, આ મદરેસાની વિદ્યાર્થી નુસરતે મદરેસાના આચાર્ય પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો અને આ બાબતે આચાર્યના સમર્થકોએ 6 એપ્રિલે નુસરત ઉપર પેટ્રોલ છાંટી મદરેસાની જ છત ઉપર આગ ચાંપી દીઘી હતી.

આ ઘટના બાદ નુસરતને ખૂબ જ ખરાબ હાલતમાં ઢાંકા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ચાર દિવસ બાદ તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ સોનાગાજી પોલીસ સ્ટેશનમાં 8 મી એપ્રિલે કેસ નોંધવામાં આવ્યો હતો અને સોનાગાજી પોલીસે આ કેસની તપાસ કરતા 16 ગુનેગારો સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં 12 લોકોએ નૂસરતની હત્યામાં સામેલ થવા બદલ પોતાનાં ગુનો સ્વીકાર કર્યો હતો.

આ કિસ્સામાં, 10 મેના રોજ, સ્ટેશનના ઇન્ચાર્જ તત્કાલીન પોલીસ અધિકારી મોમ હુસેનને બેદરકારી બદલ સસ્પેન્ડ કર્યા હતા. પ્રભારી અધિકારી પર નુસરતની ખોટી રીતે પૂછપરછ અને ફોન ઉપર રેકોર્ડિંગ કરવાનો આરોપ હતો. તેણે આ વીડિયોને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો અને એક વકીલે તેની સામે કેસ કર્યો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.