Ahmedabad/ સંવેદનશીલ ગુજરાત પોલીસ, સોલામાં બાળકી ગુમ થતા પોલીસે ડ્રોન અને પોસ્ટરનાં માધ્યમથી શોધખોળ હાથ ધરી..

સોલા હાઈકોર્ટ વિસ્તારમાં આવેલ હેબતપુર ફાટક પાસે ઝૂંપડામાંથી ગુમ થયેલી 10 વર્ષની દીકરીને શોધવા આકાશ પાતાળ એક કર્યું છે. કમનસીબે બાળકી ઓછુ બોલે છે…

Ahmedabad Gujarat
Untitled 48 સંવેદનશીલ ગુજરાત પોલીસ, સોલામાં બાળકી ગુમ થતા પોલીસે ડ્રોન અને પોસ્ટરનાં માધ્યમથી શોધખોળ હાથ ધરી..

@રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

સોલા હાઈકોર્ટ વિસ્તારમાં આવેલ હેબતપુર ફાટક પાસે ઝૂંપડામાંથી ગુમ થયેલી 10 વર્ષની દીકરીને શોધવા આકાશ પાતાળ એક કર્યું છે. કમનસીબે બાળકી ઓછુ બોલે છે અને તેનો માનસિક વિકાસ પણ ઓછો થયો હોવાથી તે ને શોધવી પોલીસ માટે ચેલેન્જ સાબિત થઈ છે. જો કે સોલા પોલીસે બાળકીને શોધવામાં કોઈ કસર રાખ્યા વગર ડ્રોન કેમેરાની મદદથી દીકરીને શોધવા માટે કવાયત શરૂ કરી.

બાળક ભલે અમીર કે ગરીબનું હોય પણ દરેકના માતા પિતાને વ્હાલું જ હોય છે. પણ સોલા પોલીસની ટીમે માનવતા અને પોતાની અંગત સંવેદના વ્યક્ત કરતા 70 જેટલા પોલીસ કર્મચારીઓ ડ્રોન કેમેરા સાથે સોલા આસપાસનાં વિસ્તારમાં બાવળ અને મેદાનો જેવી દરેક જગ્યાઓ તપાસ કરી અને ડ્રોન મદદ થી બાળકીને શોધવા માટે સાત થી આઠ કીલો મીટરના વિસ્તારમાં સર્ચ કર્યું હતું.

જોકે હજુ સુધી બાળકીનો કોઈ પત્તો નહી મળતા 5000 જેટલા પોસ્ટર શહેરભરમાં લગાવવાનું શરુ કર્યું છે. આ તમામ પોસ્ટરો રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન અને અમદાવાદ અનેક જાહેર જગ્યા પર લગાવાશે. જેથી કરી બાળકી શોધવામાં શેહરીજનોની પણ મદદ મળી શકે. જો આપ પણ આ સ્ટોરી વાંચી રહ્યા છો અને બાળકી અંગે કોઇપણ ભાળ મળે છે તો સોલા હાઇકોટ પોલીસ સ્ટેશનનાં ૦૭૯ ૨૭૬૬૪૫૯૦ પર સંપર્ક કરી જાણ કરી શકો છો.

Gujarat / “અસાધારણ આસૂચના કૌશલ્યતા” પદક આપી DGP એ કર્યું પોલીસકર્મીઓનું સન્માન

Rajkot / 14 વર્ષના થેલેસેમિયા ગ્રસ્ત બાળકને બ્લડ ચડાવ્યા બાદ HIV રિપોર્ટ પોઝિટિવ,પરિવારનો હોબાળો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો