Not Set/ ગુજરાતમાં નશીલા પદાર્થોથી આત્મહત્યાના ત્રણ વર્ષમાં 216 કેસ નોંધાયા

કેન્દ્ર સરકારના ગ્રહમંત્રાલય કહે છે કે અસરગ્રસ્ત ક્ષેત્રોમાં નશામુકિત ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે.

Gujarat
Untitled 2 ગુજરાતમાં નશીલા પદાર્થોથી આત્મહત્યાના ત્રણ વર્ષમાં 216 કેસ નોંધાયા

ગાંધીના ગુજરાતમાં દારૂ સહિત અનેક નશીલા પદાર્થ પર પ્રતિબંધ છે. તેમ છતા પણ ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સ વેચાતું હોય છે.ત્યારે એક સર્વેના કરવામાં આવ્યો છે કે ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થોની કૂટેવના કારણે ત્રણ વર્ષમાં 216 આત્મહત્યાના બનાવ બન્યાં છે.

આ પણ વાંચો ;પંચમહાલ / પાવાગઢ માં 13 થી 18 ડિસે. સુધી બંધ રહેશે રોપ વે, જાણો શું છે કારણ

ગુજરાતમાં ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થો અને દારૂની લતના કારણે છેલ્લા ત્રણ વર્ષમાં 216 લોકોએ આત્મહત્યા કરી છે.ગુજરાતમાં નશાની લતના કારણે આત્મહત્યાનું પ્રમાણ વધવા માંડયું છે.. વર્ષ 2018માં 64 લોકોએ આત્મહત્યા કરી હતી.એ પછીના વર્ષ 2019માં આ આંકડો વધીને 75 અને વર્ષ 2020માં 77 આત્મહત્યાના કેસ પોલીસ ચોપડે નોંધાઈ છે.દેશભરમાં 2020માં 9169 લોકોએ આત્મહત્યા કરી છે.

આ પણ વાંચો ;આદેશ /  રાહુલ ગાંધીએ આપ્યો આદેશ જે ગુજરાત પ્રદેશ પ્રમુખ બનશે તે ચૂંટણી નહીં લડી શકે..

તાજેતરમાં જ ઉપરાછાપરી મોટા પાયે નશીલા પદાર્થો પરડાવવાની ઘટનાઓ સામે આવી છે. સામે ચિંતા એ છે કે નહિ પકડાયો હોય તેવા માદક પદાર્થોનો જથ્થો કેટલા મોટા પાયે બજારમાં ફરતો હશે. કેન્દ્ર સરકારના ગ્રહમંત્રાલય કહે છે કે અસરગ્રસ્ત ક્ષેત્રોમાં નશામુકિત ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે. નશાની લતના કારણે આત્મહત્યા મામલે ગુજરાત દેશમાં 11માં ક્રમે છે જ્યા વર્ષ 2020માં 77 આત્મહત્યાની ઘટના બની છે. મહારાષ્ટ્રમાં સૌથી વઘુ 2479 આત્મહત્યાની ઘટના બને છે