Not Set/ ભાજપમાં ભડકો / MLA કેતન ઈનામદારનાં રાજીનામાં પર નીતિન પટેલનું નિવેદન

ભાજપનાં વડોદરા-સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યા બાદ ભાજપના માંવોડી મંડળ દ્વારા તેમની મનાવવાની કામગીરી પુર જોશમાં ચાલુ છે. ધારાસભ્ય કેતન ઈનામદારનાં રાજીનામાં અંગે ભાજપમાં સંકટમોચકની છાપધરાવતા નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું કે, કેતન ઈનામદાર નારાજ નથી. તો નીતિન પટેલ દ્વારા આ સાતે સાથે કોંગ્રેસને પણ પડકારવામાં આવી છે. નીતિન પટેલે કહ્યું કે, ભાજપમાં […]

Uncategorized
nitin patel ketan inamdar ભાજપમાં ભડકો / MLA કેતન ઈનામદારનાં રાજીનામાં પર નીતિન પટેલનું નિવેદન

ભાજપનાં વડોદરા-સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યા બાદ ભાજપના માંવોડી મંડળ દ્વારા તેમની મનાવવાની કામગીરી પુર જોશમાં ચાલુ છે. ધારાસભ્ય કેતન ઈનામદારનાં રાજીનામાં અંગે ભાજપમાં સંકટમોચકની છાપધરાવતા નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું કે, કેતન ઈનામદાર નારાજ નથી. તો નીતિન પટેલ દ્વારા આ સાતે સાથે કોંગ્રેસને પણ પડકારવામાં આવી છે.

નીતિન પટેલે કહ્યું કે, ભાજપમાં હજારો કાર્યકર અને અનેક નેતાઓ છે. ધારાસભ્યોની પણ મોટી સંખ્યા પક્ષમાં છે. જેથી કેટલાક ધારાસભ્યોને મન દુઃખ થાય તો, તેની રજૂઆત કરી શકે છે. અને કેતનભાઈએ પણ પોતાની લાગણી રજૂ કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ બધી પરિસ્થિતિને લઈ નિવેદન આપ્યું જ છે. યોગ્ય નિરાકરણ લાવવાની વાત પણ કરી હતી.

આપને જણાવી દઇએ કે, ટેલિફોનીક વાતચીત બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને કેતન ઇનામદાર વચ્ચે ગાંધીનગરનાં સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજવામાં આવી હતી. ગાંધીનગરનાં સર્કિટ હાઉસનાં અરવિંદ હોલ ખાતે મળેલી આ બેઠકમાં ભાજપ અધ્યક્ષ દ્વારા પોતાની ટેલીફોનીક વાતને રીપીટ કરી યોગ્ય કરવાની બાહધરી આપવામાં આવી હતી. કેતન ઇનામદાર દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે, મારી માંગણીઓનો સંતોષકારક ઉકેલ આવે તો હું માની જઇશ.

આ પણ જુઓ……..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.