Not Set/ રિલાયન્સ રિટેલમાં અબુધાબીની આ કંપનીએ કર્યું રૂ.6247 કરોડનું રોકાણ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ) ની રિટેલિંગ કંપની રિલાયન્સ રિટેલ અબુધાબી સ્થિત સરકારી સંપત્તિ ભંડોળ મુબદલા ઈન્વેસ્ટમેન્ટ કંપનીમાં 6,247 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. જિયો પ્લેટફોર્મ બાદ હવે રિલાયન્સ રિટેલમાં સતત નવું મૂડીરોકાણ આકર્ષી રહ્યા છે. હવે રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડને ચોથા મોટા ઇન્વેસ્ટર્સ મળી ગયા છે. આ વખતે અબુધાબી  સ્થિત મુબાદલા ઇન્વેસ્ટમેન્ટ કંપની રિયાલન્સ રિટેલનો 1.4 […]

Uncategorized
a6eaf32c0001aa3c493177320d206e32 રિલાયન્સ રિટેલમાં અબુધાબીની આ કંપનીએ કર્યું રૂ.6247 કરોડનું રોકાણ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ) ની રિટેલિંગ કંપની રિલાયન્સ રિટેલ અબુધાબી સ્થિત સરકારી સંપત્તિ ભંડોળ મુબદલા ઈન્વેસ્ટમેન્ટ કંપનીમાં 6,247 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. જિયો પ્લેટફોર્મ બાદ હવે રિલાયન્સ રિટેલમાં સતત નવું મૂડીરોકાણ આકર્ષી રહ્યા છે. હવે રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડને ચોથા મોટા ઇન્વેસ્ટર્સ મળી ગયા છે. આ વખતે અબુધાબી  સ્થિત મુબાદલા ઇન્વેસ્ટમેન્ટ કંપની રિયાલન્સ રિટેલનો 1.4 ટકા હિસ્સો ખરીદશે અને આ માટે તે કંપનીમાં રૂ. 6247.5 કરોડનું મૂડીરોકાણ કરશે. રિલાયન્સમાં મુબાદલા કંપની તરફથી કરાયેલું આ બીજુ સૌથી મોટુ રોકાણ છે.

આ વર્ષના પ્રારંભે જિયો પ્લેટફોર્મ્સમાં 1.2 બિલિયન અમેરિકી ડોલરનું મૂડીરોકાણ કર્યા બાદ મુબાદલાનું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં આ બીજું રોકાણ છે.

રિલાયન્સ રિટેલ લિમિટેડ, RRVLની પેટાકંપની ભારતનો સૌથી વિશાળ, સૌથી વધુ ઝડપે વિકસતો અને સૌથી વધુ નફો કરતો રિટેલ બિઝનેસ છે જે સમગ્ર દેશમાં આવેલા 12000 સ્ટોર્સમાં 640 મિલિયન ફૂટફોલ્સ ધરાવે છે. લાખો ખેડૂતો, સુક્ષ્મ, નાના અને મધ્યમ કક્ષાના વેપાર-વ્યવસાયોને સશક્ત બનાવી લાખો ગ્રાહકો સુધી પહોંચવાની વ્યાપક રણનીતિ દ્વારા ભારતના રિટેલ સેક્ટરને વેગવંતુ બનાવવું એ રિલાયન્સ રિટેલનું વિઝન છે. એ ઉપરાંત લાખો ભારતીયોની રોજગારીનું રક્ષણ કરી વધુ તકોનું સર્જન કરવાની સાથે સાથે વૈશ્વિક અને સ્થાનિક કક્ષાની કંપનીઓ સાથે સહયોગ સાધી તેમની સાથે મળી ભારતીય સમુદાયને મહત્તમ લાભ પહોંચાડવો એ પણ તેનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, “રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં મુબાદલાને મૂલ્યવાન હિસ્સેદાર તરીકે આવકારતાં હું ખૂબ જ ખુશ છું. મુબાદલા જેવા જ્ઞાન-સમૃદ્ધ સંસ્થાન સાથે ભાગીદારી અમારા માટે ખૂબ જ મૂલ્યવાન છે અને લાખો નાના રિટેલર્સ, વેપારીઓ અને દુકાનદારોને સાંકળતા ભારતના રિટેલ ક્ષેત્રના હાર્દને વધુ મજબૂત બનાવવાના અમારા મિશનમાં વિશ્વાસ વ્યક્ત કરવાની અમે કદર કરીએ છીએ. અમારી આ સફરમાં મુબાદલાનું મૂડીરોકાણ અને માર્ગદર્શન અમૂલ્ય ટેકો બની રહેશે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.