ગુજરાત : રાજ્યમાં ગુનાના પ્રમાણમાં વધારો થયો છે. સૌથી વધુ સુરતમાં ક્રાઈમ રેટમાં વધ્યો છતાં કમિશનર નિમણૂંકની ખોરંભે. દેશમાં 9 વર્ષની અંદર મહિલા પર અત્યાર વધ્યા છે. 9 વર્ષમાં મહિલા અત્યાચરના 33.94 લાખ જેટલા કેસો નોંધાયા છે. જ્યારે ગુજરાતમાં મહિલા અત્યાચારના 75,499 જેટલા કેસો નોંધાયા છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ મહિલાઓ સિવાય બાળકોને લગતાં ગુનામાં પણ વધારો થયો છે. બાળકો સંબંધિત ગુનામાં 33 હજાર ગુના નોંધાયા છે.
દેશમાં સુરક્ષાની દ્રષ્ટિએ ગુજરાત રાજ્યને વધુ બહેતર માનવામાં આવે છે. પરંતુ હવે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ કથળી છે. એનસીઆરબીના ડેટામાં સામે આવેલ માહિતી મુજબ દેશમાં ક્રાઈમ રેટમાં વધારો થઈ રહ્યો છે. વર્ષ 2022માં મહિલાઓ સંબંધિત ગુનામાં 4.45 લાખ અને ગુજરાતમાં 7731 કેસો નોંધાયા હતા. અને આ વર્ષે સામે આવેલ ડેટા જણાવે છે કે દેશમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે. તો ગુજરાતમાં મહિલાઓ પર દુષ્કર્મના કેસમાં ચિંતાજનક 5560 જેટલા કેસ અને બાળકો સંબંધિત ગુજરાતમાં 33 હજાર જેટલા ગુનાઓ નોંધાયા છે. જ્યારે દેશમાં મહિલાઓ પર દુષ્કર્મના 3 લાખથી વધુ કેસ નોંધાયા છે અને બાળકો સંબંધિત ગુનામાં 12 લાખ ગુનાઓ નોંધાયા છે.
રાજ્યમાં 2016થી 2022 દરમ્યાન 97 કસ્ટોડિયલ ડેથ થયા હોવાનું એનસીઆરબીના ડેટામાં સામે આવ્યું છે. આ ડેટા મુજબ સુરતમાં છેલ્લા ત્રણ વર્ષમાં 50.45 ટકા ગુના નોંધાયા. હીરા નગરી સુરતમાં છેલ્લા ઘણા સમયથી સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુનાખોરીનું પ્રમાણ વધવા છતાં 60 દિવસ સુધી ખાલી પડેલ કમિશનરના સ્થાન પર કોઈપણ અધિકારીની નિમણૂક ના કરાતા વધુ આશ્ચર્ય થાય છે. એનસીઆરબીના ડેટા દર્શાવે છે કે રાજ્યમાં ડ્રગ્સ હેરાફેરી, અપહરણ, બળાત્કાર, ઘરેલુ હિંસા અને દહેજથી શોષણ તેમજ હત્યા જેવા ગુનાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ આંકડા બતાવે છે કે સરકાર ગુનેગારો અને ગુનાખોરી પર અંકુશ લાદવામાં નિષ્ફળ ગઈ છે.
આ પણ વાંચો: મતદાન જાગૃતિની અનોખી પહેલ, લગ્નની કંકોત્રીમાં મતદાન જાગૃતિના લગાવ્યા સ્લોગન
આ પણ વાંચો: રૂપાલા વિવાદ મામલે ભાતેલ ગામની ચૂંટણી બહિષ્કારની ચીમકી!
આ પણ વાંચો: 23મી નેશનલ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં જયેશ મકવાણાએ ગુજરાતનું નામ રોશન કર્યું