Not Set/ જામનગર/ જયેશ પટેલનને ઝેર કરવા ઓપરેશન શરૂ? નવા નિમાયેલા SP ક્રિમીનલ કચરો સાફ કરવાનાં મુડમાં ?

જામનગરમાં વધુ બે PIની નિમણૂકના સ્પેશ્યિલ ઓર્ડર છુટ્યા હોવાની વિગત સામે આવતા ક્રિમીનલોમાં ફફડાટ જોવામાં આવી રહ્યો છે અને લોકોમાં ચર્ચા થઇ રહી છે. આપને જણાવી દઇએ કે, હાલમાં જ જામનગરમાં નવા SP તરીકે અમદાવાદ ક્રાઇમ બ્રાંચના DCP દિપેન ભદ્રન મુકાયા. દિપેન ભદ્રન મુકાયા બાદ સ્પેશ્યિલ ઓર્ડરથી બે PIની બદલી કરી જામનગર લાવવામાં આવ્યા છે.  સ્પેશ્યિલ ઓર્ડરથી બદલી […]

Gujarat Others
65de043b29783cbe67aa15b93e445270 જામનગર/ જયેશ પટેલનને ઝેર કરવા ઓપરેશન શરૂ? નવા નિમાયેલા SP ક્રિમીનલ કચરો સાફ કરવાનાં મુડમાં ?

જામનગરમાં વધુ બે PIની નિમણૂકના સ્પેશ્યિલ ઓર્ડર છુટ્યા હોવાની વિગત સામે આવતા ક્રિમીનલોમાં ફફડાટ જોવામાં આવી રહ્યો છે અને લોકોમાં ચર્ચા થઇ રહી છે. આપને જણાવી દઇએ કે, હાલમાં જ જામનગરમાં નવા SP તરીકે અમદાવાદ ક્રાઇમ બ્રાંચના DCP દિપેન ભદ્રન મુકાયા. દિપેન ભદ્રન મુકાયા બાદ સ્પેશ્યિલ ઓર્ડરથી બે PIની બદલી કરી જામનગર લાવવામાં આવ્યા છે. 

સ્પેશ્યિલ ઓર્ડરથી બદલી પામેલા બે PI માં આણંદના કે.જી. ચૌધરીની જામનગર બદલી કરાઇ છે, તો સાથે સાથે સોરઠ પોલીસ તાલીમ કેન્દ્રનાં PI એસ.એસ.નિનામાની પણ જામનગર બદલી કરવામાં આવી છે. બે PI ને જામનગર મુકવા પાછળ ખાસ મિશન હોવાની પોલીસ બેડામાં ચર્ચા રહી છે.

SP પોતાની વિશ્વાસુ ટીમ સાથે મેદાને ઉતરે એવી પ્રબળ સંભાવના જોવામાં આવી રહી છે. જમીન માફિયા અને ખાસ કરીને રાજકીય ઓથમાં મોટા થયેલા કહેવાત જયેશ પટેલ ફરતે ગાળિયો કસાતો હોવાની આશંકા પ્રબળ બનતી જોવામાં આવી રહી છે. સાથે સાથે સૌરાષ્ટ્રનાં બીજા અનેક મોટા માથાઓનો પણ પેચ કપાય તેવી લોક જીભે ચર્ચા ચાલી રહેલી છે. 

ઉલ્લેખનીય છે કે, જયેશ પટેલ સામે મની લોન્ડેરિંગ સહિતના 40 થી વધુ ગુનાઓ છે. ત્યારે ડોનની છાપ ધરાવતા જયેશ પટેલનને ઝેર કરવા ઓપરેશન શરૂ ?….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews