Drugs/ સુરેન્દ્રનગરમાં નશીલા પદાર્થના જથ્થા સાથે મહિલા ઝડપાઈ

એમડી ડ્રગ્સ અને હેરોઈનના પડીકા બનાવીને વેચતી હતી

Gujarat Top Stories

Gujarat News : ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ વ્યપાક હદે વધી ગયું છે. બે દિવસ પહેલા જ પોલીસે પોરબંદરમાં દરિયામાંથી કરોડોની કિંમતના નશીલો પદાર્થનો જથ્થો ઝડપી લઈને પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી હતી. અગાઉ પણ દરિયામાંથી પોલીસે મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તે સિવાય અનેક વિસ્તારોમાં નાના મોટા પાયે ડ્રગ્સના વેચાણ અને સેવનની ગેરકાયદે પ્રવૃતિ ચાલી રહી છે.

આવા જ એક બનાવમાં સુરેન્દ્રનગરમાં એક મહિલા ડ્રગ્સ સાથે ઝડપાઈ ગઈ હતી. એસઓજી પોલીસે માહિતીને આધારે આ મહિલાને ઝડપી લઈને તેની પાસેથી એમડી ડ્રગ્સ અને હેરોઈનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

તપાસમાં આ મહિલાનું નામ રીના ઉર્ફે ફાતિમા હોગિલ હોવાનું બહાર આવ્યું છે. તપાસમાં તે સુરેન્દ્રનગરના મફતિયાપરામાં આ ડ્રગ્સ પડીકામાં ભરીને તેનું વેચાણ કરતી હોવાનું બહાર આવ્યું છે.

પોલીસે હવે રીના ગોહિલે આ ડ્રગ્સ ક્યાંથી મેળવ્યું, તેના ગ્રાહકો કોણ હતા અને કેટલા સમયથી તે આ કારોબાર ચલાવતી હતી તેની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વંદે ભારત ટ્રેનના દરવાજા જ સુરત સ્ટેશને ન ખૂલ્યા, મેન્યુઅલી ખોલવા પડ્યા

આ પણ વાંચો:ગુજરાત કોલેજ પાસે મધુવન ફ્લેટમાં લાગી આગ, લોકોમાં મચી નાસભાગ

આ પણ વાંચો:છોટાઉદેપુરમાં દૂધ સંજીવનીનાં દૂધના પાઉચ જાહેરમાં ફેંકી દેવાયા, વીડિયો વાયરલ