Airstrike/ ઇરાને પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠન જૈશ અલ-અદલના અડ્ડાઓ પર કેમ કર્યો હવાઈ હુમલો

ઇરાને પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠન જૈશ અલ-અદલના સ્થાનો પર હવાઈ હુમલો કર્યો. અલ-અદલ જૂથે ઈરાની હુમલાની પુષ્ટિ કરી. પાકિસ્તાને ભવિષ્યમાં ગંભીર પરિણામો આવી શકે તેવી ધમકી ઉચ્ચારી.

Top Stories World
Mantay 56 ઇરાને પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠન જૈશ અલ-અદલના અડ્ડાઓ પર કેમ કર્યો હવાઈ હુમલો

ઇરાને પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠન જૈશ અલ-અદલના સ્થાનો પર હવાઈ હુમલો કર્યો. ઇરાનના અચાનાક હુમલાથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. આ હુમલામાં બે બાળકોના મોત થયા અને ત્રણ લોકોને ગંભીર ઇજા પંહોચી હોવાનું પાકિસ્તાન સરકારે જણાવ્યું. પાકિસ્તાને ઇરાનની આ એરસ્ટ્રાઈકની નિંદા કરતા અમારા એરસ્પેસનું ઉલ્લંઘન કર્યું હોવાનું જણાવ્યું. ઇરાને જૈશ અલ-અદલ જૂથના અડ્ડાઓ પર કરેલ હુમલામાં લડવૈયાઓના બે મકાનો ધ્વસ્ત થયા હતા. આ હુમલામાં બે સગીર બાળકોએ જીવ ગુમાવ્યો હતો. જેમાં એક કિશોરી સાથે બે મહિલાઓ ઘાયલ થઈ હતી.

એરસ્ટ્રાઈકના આદેશ

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ પાકિસ્તાન પર કરવામાં આવેલ એરસ્ટ્રાઈકના આદેશ ઇરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેની દ્વારા આપવામાં આવ્યા હતા. ખામેનીના આદેશ બાદ આતંકવાદને પોષનાર પાકિસ્તાનના એક જૂથ જૈશ અલ-અદલના ઠેકાણાઓ પર મિસાઈલ અને ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો. એક અંગ્રેજી ન્યૂઝ ચેનલના જણાવ્યા મુજબ આ હુમલો ઈરાનના અર્ધલશ્કરી રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC)  દ્વારા કરવામાં આવ્યો છે. જો કે, પાકિસ્તાને આ હુમલા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે પાકિસ્તાનની સંપ્રભુતાનું આ ઉલ્લંઘન સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. ઇરાને કરેલ હવાઈ હુમલાના ભવિષ્યમાં ગંભીર પરિણામો આવી શકે છે.

Iran Strikes Jaish al-Adl Militant Bases in Pakistan, Islamabad Warns Of Consequences - News18

કેમ ઇરાને કરી એરસ્ટ્રાઈક

વાસ્તવમાં પાકિસ્તાનને આશ્રય આપેલ આતંકવાદી સંગઠન જૈશ અલ-અદલે પાકિસ્તાનની સરહદ પાસે ઈરાની સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો. જેનો ઇરાન દ્વારા જોરદાર જવાબ આપતા ઈસ્લામિક IRGC દ્વારા બલોચી જૂથ જૈશ અલ-અદલના અડ્ડાઓને મિસાઈલ વડે નિશાન બનાવવામાં આવ્યા હતા. પાકિસ્તાનને આતંકવાદીઓનું સંગ્રહ અને ઉત્પત્તિ સ્થાન કહી શકાય. પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠન જૈશ અલ-અદલ ઉપરાંત જૈશ-એ-મોહમ્મદ, અલ કાયદા, લશ્કર-એ-તૈયબા, હિઝબુલ મુજાહિદ્દીન જેવા ઘણા આતંકવાદી સંગઠનો છે. આ તમામ સંગઠનો પાકિસ્તાનમાં રહીને તેમની આતંકવાદી પ્રવૃત્તિઓ કરે છે.

પાકિસ્તાન પર હંમેશા આતંકવાદીઓને આશ્રય આપવાનો આરોપ છે. આશ્રય આપેલ જૈશ અલ-અદલના ઠેકાણો પર ઇરાને હુમલો કરતા પાકિસ્તાને ઉગ્ર વિરોધ નોંધાવ્યો. તેણે તેહરાનમાં ઈરાનના વિદેશ મંત્રાલયના સંબંધિત વરિષ્ઠ અધિકારી સમક્ષ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. આ સિવાય પાકિસ્તાનની સંપ્રભુતાનું ઉલ્લંઘન કરવા બદલ ઈરાની રાજદ્વારીને વિદેશ મંત્રાલયમાં બોલાવવામાં આવ્યો હતો.

ઈરાનની એરસ્ટ્રાઈકથી પાકિસ્તાન ભડકી ગયું, કહ્યું- 2 બાળકોના થયા મોત, પરિણામ ભયાનક આવશે

જૈશ અલ-અદલ સુન્ની આતંકવાદી સંગઠન

જૈશ અલ-અદલ સુન્ની આતંકવાદી સંગઠન છે. આ સંગઠનની રચના 2012માં થઈ હતી. જૈશ અલ-અદલ સંગઠનના નેતા સલાઉદ્દીન ફારૂકી છે. પાકિસ્તાનનું આ આતંકવાદી સંગઠન સરહદ પર આતંકવાદી ગતિવિધિઓ કરે છે. ભારતીય સરહદ ઉપરાંત ઈરાનની અંદર પણ હુમલા કર્યા છે. આ આતંકવાદી જૂથે ઈરાન બોર્ડર પર પોલીસનું અનેક વખત અપહરણ કર્યુ છે. આતંકવાદી સંગઠન જૈશ અલ-અદલની ઇરાની સરહદ પર હેરાનગતિ વધતા આખરે ઇરાની જડબાતોડ જવાબ આપતા તેમના ઠેકાણો પર હુમલો કરી ધ્વસ્ત કર્યા.

હુમલાની કરી પુષ્ટિ

અલ-અદલ જૂથે ઈરાની હુમલાની પુષ્ટિ કરી છે. તેમણે માહિતી આપી હતી કે ઈરાને મિસાઈલ અને ડ્રોનની મદદથી હુમલો કર્યો હતો. ઈરાને બલૂચિસ્તાનના પહાડોમાં જૈશ અલ-અદલ સંગઠનના અનેક ઉગ્રવાદીઓના ઘરોને નિશાન બનાવ્યા હતા. આ હુમલો ઓછામાં ઓછા છ ડ્રોન અને અનેક મિસાઈલોનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:ayodhya ram mandir/‘છોટી કાશી’ હાલારનું હીર અયોધ્યામાં પાથરશે પોતાની કલાના ઓજશ