Not Set/ નેપાળ: ત્રણ વર્ષની તૃષ્ણા બની ‘કુમારી દેવી’, વાંચો દેવી બનવાની રસપ્રદ પરંપરા

કાઠમંડુ, નેપાળમાં એક અનોખી પરંપરાને લીધે ત્રણ વર્ષની તૃષ્ણા શાકયને ‘કુમારી દેવી ‘ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. કુમારી દેવી બન્યા બાદ તૃષ્ણા મંગળવારે પ્રથમ વખત સાર્વજનિક રીતે લોકોની વચ્ચે દેખાઈ હતી. કુમારી દેવીના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા અને તેમની પાલખી નીકળવામાં આવી હતી. નેપાળી પરંપરા અનુસાર ત્રણ વર્ષીય […]

Top Stories World Trending
નેપાળ: ત્રણ વર્ષની તૃષ્ણા બની 'કુમારી દેવી', વાંચો દેવી બનવાની રસપ્રદ પરંપરા

કાઠમંડુ,

નેપાળમાં એક અનોખી પરંપરાને લીધે ત્રણ વર્ષની તૃષ્ણા શાકયને ‘કુમારી દેવી ‘ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. કુમારી દેવી બન્યા બાદ તૃષ્ણા મંગળવારે પ્રથમ વખત સાર્વજનિક રીતે લોકોની વચ્ચે દેખાઈ હતી.

Image result for kumari devi in nepal trishna

કુમારી દેવીના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા અને તેમની પાલખી નીકળવામાં આવી હતી.

Image result for kumari devi in nepal trishna

નેપાળી પરંપરા અનુસાર ત્રણ વર્ષીય તૃષ્ણાને પોતાના પરિવારથી દૂર દેવી સ્વરૂપમાં એક મહેલમાં રહેવું પડશે.

Image result for kumari devi in nepal trishna

નેપાળી પરંપરા અનુસાર વજ્રજાર્ય જાતિની બાળકીઓને કુમારી દેવી તરીકે ચૂંટવામાં આવે છે.

Related image

આ જાતિની બાળકી જયારે ત્રણ વર્ષની થાય છે ત્યારે તેમને ઘરેથી દૂર કરી દેવામાં આવે છે. જન્મકુંડલીમાં ૩૨ ગુણ મળવા જોઈએ. જો આ ગુણ મળી જાય તો તેને કુમારી દેવી બનાવી દેવામાં આવે છે. ત્યારબાદ બાળકી સામે ભેંસનું કાપેલું માથું રાખવામાં આવે છે અને પુરુષો ડરાવણું રૂપ ધારણ કરીને તેની સામે નાચે છે. આ દરમ્યાન જે બાળકી ડરી નથી જતી તેને માં કાળીનું રૂપ સમજીને કુમારી દેવી તરીકે પસંદ કરવામાં આવે છે.

કુમારી દેવી જયારે કિશોરાવસ્થામાં પહોચી જાય છે ત્યારે તેણે આ પદ છોડવું પડે છે. જો ક્યારેક કોઈ ઘા વાગવાને લીધે શરીરમાંથી લોહી નીકળે તો આ કારણથી પણ તેને પદ છોડવું પડે છે.

જે બાળકીને કુમારી દેવી તરીકે પસંદ કરવામાં આવે છે તે જિંદગીભર લગ્ન નથી કરી શક્તિ. નેપાળમાં એવી માન્યતા છે કે જો કોઈ પુરુષ પૂર્વ કુમારી દેવી સાથે લગ્ન કરે તો નાની વયે તેનું મૃત્યુ થઇ જાય છે.