T20 World Cup/ પાકિસ્તાનની હાર બાદ આ બાળક ખૂબ રડ્યો, તમે જોઇને થઇ જશો Emotional, જુઓ Video

એક નાના બાળકનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે તે પાકિસ્તાનની હાર બાદ તે કેવી રીતે રડી રહ્યો છે. પાકિસ્તાનનાં પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.

Top Stories Sports
પાકિસ્તાનની હાર પર રડી પડ્યો આ નાનો ફેન

T20 વર્લ્ડકપની બીજી સેમિફાઇનલ મેચમાં પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ગુરૂવારે રાત્રે રમાયેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. પાકિસ્તાનની આ હારથી સ્ટેડિયમની અંદર અને બહાર હાજર પાકિસ્તાની ટીમનાં લાખો ચાહકો નિરાશ થયા હતા. આ ચાહકોમાં એક નાનો ચાહક પણ સામેલ છે, જે પોતાની ફેવરિટ ટીમની હાર બાદ ગુસ્સામાં રડતો દેખાયો હતો. પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તરે આ નાનકડા ફેનનો એક વીડિયો ઈન્સ્ટાાગ્રામ પર શેર કર્યો છે.

આ પણ વાંચો – T20 World Cup / આ શું? બોલ ન અડ્યો છતા વોર્નરે છોડ્યું મેદાન, એમ્પાયરની ભૂલ પણ પાકિસ્તાનને જીતવામાં ન કરી શકી મદદ

ઓસ્ટ્રેલિયાએ ગુરુવારે T20 વર્લ્ડકપ 2021ની બીજી સેમિફાઇનલમાં પાકિસ્તાનને 5 વિકેટે હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ હાર બાદ પાકિસ્તાની ચાહકો આઘાતમાં છે અને તેમના રડવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ કડીમાં એક નાના બાળકનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે તે પાકિસ્તાનની હાર બાદ તે કેવી રીતે રડી રહ્યો છે. પાકિસ્તાનનાં પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું, ‘આ ત્યારે થાય છે જ્યારે તમારી ટીમ સારી રીતે રમે છે. ચાહકો પણ મેચને નજીકથી જુએ છે. એટલા માટે આ વર્લ્ડકપ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતો.’ આ વીડિયોમાં જોઈ શકાય છે કે પાકિસ્તાન હારતાની સાથે જ બાળક રડવા લાગે છે અને ટેલિવિઝન પાસે જઈને રડવા લાગે છે. આ દરમિયાન બાળકને ચૂપ કરવાનો પ્રયાસ પણ કરવામાં આવે છે, પરંતુ તે આ હારનું દુઃખ પચાવી શકતો નથી.

Instagram will load in the frontend.

આ પણ વાંચો – T20 World Cup / પાકિસ્તાની કેપ્ટને લીધી હસન અલીની ક્લાસ, કહ્યુ- કેચ છોડ્યો એ મેચનો રહ્યો ટર્નિંગ પોઈન્ટ

વીડિયોમાં દેખાઈ રહેલા પાકિસ્તાની ટીમનાં આ નાનકડા ફેનનું નામ સાલેહ છે. બાળકે પાકિસ્તાન ટીમની 11 નંબરની જર્સી પહેરી છે. હારથી નિરાશ થયેલો સાલેહ વીડિયોમાં રડતો જોવા મળી રહ્યો છે. તે ખૂબ જ ગુસ્સામાં પણ જોવા મળે છે. તેની આસપાસનાં લોકો પણ તેને સમજાવી રહ્યા છે, પરંતુ સાલેહ રડવાનું રોકી શકતો નથી. અહી જણાવી દઇએ કે, ભારત અને પાકિસ્તાનમાં ક્રિકેટને લઇને  જે દિવાનગી છે તે તમને ભાગ્યે જ કોઇ અન્ય દેશમાં જોવા મળશે. આપને જણાવી દઈએ કે, હવે 14 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટાઈટલ ટક્કર થશે. આવી સ્થિતિમાં કોઈપણ ટીમ જીતે પરંતુ આ વખતે ચાહકોને નવો ચેમ્પિયન જોવા મળશે તે નિશ્ચિત છે. આ મેચ પહેલા કિવી ટીમે પણ ઈંગ્લેન્ડને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.