Not Set/ મનમોહન સિંહે જીએસટી-નોટબંધી અંગે પીએમ મોદી પર સાધ્યું નિશાન, જાણો શું કહ્યું ?

ગુજરાત વિધાનસભાની ચુંટણીને હાલ તમામ રાજકીય પાર્ટીઓના દિગ્ગજ નેતાઓની ચહેલ પહેલ જોવા મળી રહી છે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં મનમોહન સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જીએસટી અને નોટબંધી અંગે નિશાન સાધ્યું હતું. પૂર્વ પીએમએ મહાત્મા ગાંધીની યાદ અપાવતા […]

Top Stories
Manmohan Singh મનમોહન સિંહે જીએસટી-નોટબંધી અંગે પીએમ મોદી પર સાધ્યું નિશાન, જાણો શું કહ્યું ?

ગુજરાત વિધાનસભાની ચુંટણીને હાલ તમામ રાજકીય પાર્ટીઓના દિગ્ગજ નેતાઓની ચહેલ પહેલ જોવા મળી રહી છે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં મનમોહન સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જીએસટી અને નોટબંધી અંગે નિશાન સાધ્યું હતું.

પૂર્વ પીએમએ મહાત્મા ગાંધીની યાદ અપાવતા પીએમ મોદીને કહ્યું, “હું વર્તમાન વડાપ્રધાનને પૂછવા માંગુ છું કે, આટલા મોટા નિર્ણય લેતા પહેલા તેઓએ ગરીબોના હિતો વિશે વિચાર્યું હતું.

પત્રકાર પરિષદમાં પૂર્વ પીએમએ મોદીને પૂછ્યા આ 7 સવાલો :

  • આ દુનિયાએ બે ગુજરાતીઓ જોયા છે, એક છે મહાત્મા ગાંધી, તેઓએ કહ્યું હતું કે, જયારે તમે કોઈ શંકામાં હોવ ત્યારે કોઈ ગરીબના ચહેરા વિષે વિચારવું જોઈએ. બીજા છે પીએમ, તેઓ પોતાને પૂછે કે આ નિર્ણય ગરીબોને કેટલો ફાયદો કરાવશે.
  • શું આ નિર્ણય ભૂખમરાને દૂર કરશે ?
  • નોટબંધી પર હસ્તાક્ષર કરતા પહેલાં તેમણે વિચાર્યું કે આ નિર્ણયથી નાના ક્ષેત્રોમાં શું થશે ?
  • જેમની રોજગારી જઈ હશે તેમના વિષે પીએમએ શું વિચાર્યું ?
  • જીએસટી અને નોટબંધી વિશે પૂછશો તો શું તમે (કોઇપણ વ્યક્તિ) ટેક્સ ચોર બનશો ?
  • બુલેટ ટ્રેન પરનો પ્રશ્ન તમને વિકાસ સામેનો સાબિત કરશે ?
  • બુલેટ ટ્રેન લાવતા પહેલાં, શું મોદીએ હાઇ સ્પીડ ટ્રેન પર રેલવેને સુધારવાનો વિચાર કર્યો ?