Not Set/ કોરોનાનાં કારણે આ દેશનાં પ્રધાનમંત્રીનું નિધન

એવાસ્તિનીનાં વડા પ્રધાન એમ્બ્રોસ મંડવુલો દેલમિની 52 વર્ષની વયે અવસાન પામ્યા છે. 15 નવેમ્બર 2020 નાં રોજ, તે કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. Covid-19 ચેપ લાગ્યા બાદ …

Top Stories World
corona 254 કોરોનાનાં કારણે આ દેશનાં પ્રધાનમંત્રીનું નિધન

એવાસ્તિનીનાં વડા પ્રધાન એમ્બ્રોસ મંડવુલો દેલમિની 52 વર્ષની વયે અવસાન પામ્યા છે. 15 નવેમ્બર 2020 નાં રોજ, તે કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. Covid-19 ચેપ લાગ્યા બાદ એમ્બ્રોસ મંડવુલો દેલમિનીને દક્ષિણ આફ્રિકામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે 13 ડિસેમ્બરનાં રોજ અંતિમ શ્વાસ લીધા હતા.

corona 255 કોરોનાનાં કારણે આ દેશનાં પ્રધાનમંત્રીનું નિધન

નાયબ વડા પ્રધાન થેમ્બા માસુકુએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, મહામહિમ વડા પ્રધાન એમ્બ્રોસ મંડવુલો દેલમિનીનું દુખદ અને અકાળે અવસાન થયું છે. નાયબ વડા પ્રધાન થેમ્બા માસુકુએ કહ્યું કે, વડા પ્રધાનનું 13 ડિસેમ્બર, રવિવારે દક્ષિણ આફ્રિકાની એક હોસ્પિટલમાં બપોર પછી અવસાન થયું. કોરોનાથી પીડિત વડા પ્રધાન એમ્બ્રોસ મંડવુલો દેલમિનીને વધુ સારી તબીબી સહાય માટે 1 ડિસેમ્બરે દક્ષિણ આફ્રિકા લઈ જવામાં આવ્યા હતા. તે સમયે નાયબ વડા પ્રધાન થેમ્બા માસુકુએ કહ્યું કે વડા પ્રધાનની તબિયત સ્થિર છે અને તેઓ સારવાર અંગે સારો પ્રતિસાદ આપી રહ્યા છે.

corona 256 કોરોનાનાં કારણે આ દેશનાં પ્રધાનમંત્રીનું નિધન

નવેમ્બર 2018 માં, એમ્બ્રોસ મંડવુલો દેલમિની એવાસ્તિનીનાં વડા પ્રધાન બન્યા હતા. આ પહેલા તે એવાસ્તિનીનાં એમટીએન સીઈઓ હતા. તેમણે 18 વર્ષથી વધુ સમય સુધી બેન્કિંગ ઉદ્યોગમાં કામ કર્યું હતુ, તે દરમિયાન તે એવાસ્તિની નેડબેંક લિમિટેડનાં મેનેજિંગ ડિરેક્ટર પણ હતા. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, આશરે 1.2 મિલિયન વસ્તીવાળા દક્ષિણ આફ્રિકાનાં દેશમાં અત્યાર સુધી કોરોનોનાં કારણે 127 લોકોનાં મોત થયા છે. વળી 6,768 લોકો Covid-19 થી સંક્રમિત થયા છે.

શું તમે જાણો છો ગુજરાતનાં એક એવા જિલ્લા વિશે જ્યા કોરોનાથી નથી થયુ એકપણ મોત? : સુત્ર

એકવાર ફરી સાંસદ પ્રજ્ઞા ઠાકુર વિવાદમાં, કહ્યુ- ક્ષત્રિયો વધુ પેદા કરે બાળકો

Covid-19 ને લઇને UN નાં આરોગ્ય પ્રમુખે આપ્યા સારા સમાચાર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…