Election/ આજથી 6 મનપાની વર્તમાન ટર્મની મુદ્દત પૂર્ણ, પ્રદેશ ભાજપમાં સ્થા.સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ

આજથી 6 મનપાની વર્તમાન ટર્મની મુદ્દત પૂર્ણ થઇ રહી છે, અને હવે તમામ મનપામાં વહિવટદારોનું સાશન જોવામાં આવશે. ગુજરાતની 6 મનપામાં ચૂંટાયેલી બોડીની મુદ્દતો પૂર્ણ થતા ગુજરાત સરકાર

Top Stories Gujarat Others
municipal corporation આજથી 6 મનપાની વર્તમાન ટર્મની મુદ્દત પૂર્ણ, પ્રદેશ ભાજપમાં સ્થા.સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ
  • આજથી 6 મનપાની વર્તમાન ટર્મની મુદ્દત પૂર્ણ
  • 6 મનપાના વહીવટની કામગીરી મનપા કમિ.સંભાળશે
  • વહીવટદાર નીતિ વિષયક નિર્ણયો નહીં લઇ શકે
  • પ્રદેશ ભાજપમાં સ્થા.સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ
  • ઝોન અને જિ.ઈન્ચાર્જની નિમણુંક બાદ હવે મળશે બેઠક
  • સીએમ અને પ્રદેશ ભાજપ પ્રમુખની અધ્યક્ષતામાં બેઠક
  • તમામ જિલ્લા પ્રમુખો અને ચૂંટણી ઈન્ચાર્જ સાથે બેઠક
  • પ્રદેશ મોરચા પ્રમુખો પણ રહેશે હાજર
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભે ઘડાશે રણનીતિ

આજથી 6 મનપાની વર્તમાન ટર્મની મુદ્દત પૂર્ણ થઇ રહી છે, અને હવે તમામ મનપામાં વહિવટદારોનું સાશન જોવામાં આવશે. ગુજરાતની 6 મનપામાં ચૂંટાયેલી બોડીની મુદ્દતો પૂર્ણ થતા ગુજરાત સરકાર દ્વારા મનપાને વહિવટદારોને હવાલે કરવામાં આવી છે. ગુજરાતની 6 મનપા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર મનપાની મુદ્દત પણ પૂર્ણ થઇ છે. આજ થી 6 મનપાના વહીવટની કામગીરી મનપા કમિશ્નર સંભાળશે. જો કે, ઉલ્લેખનીય છે કે, વહીવટદાર નીતિ વિષયક નિર્ણયો નહીં લઇ શકે.

protest / ગુજરાત આંદોલનનાં માર્ગે..? ડોક્ટર – LRD પુરુષ – ખેડૂત સહિતનાં આક્રોશ આસમાને

bjp 1 આજથી 6 મનપાની વર્તમાન ટર્મની મુદ્દત પૂર્ણ, પ્રદેશ ભાજપમાં સ્થા.સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ

સાથે સાથે ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીનો ધમધમાટ પણ જોવામાં આવી રહ્યો છે. પ્રદેશ ભાજપમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને પોતાની આક્રમતાનાં દર્શન કરાવવાનું પહેલાથી જ શરુ કરી દીધું હતું. ભાજપ દ્વારા નવા જીલ્લા સંગઠનની રચના પણ લગભગ તમામ જીલ્લામાં પૂર્ણ કરી દેવામાં આવી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા ફરી એક વખત ભાજપની જૂની અને જાણીતી રીત એટલે કે પેઇજ પ્રમુખોની પણ નીમણુંકનું અભિયાન છેડી દેવામાં આવતા, PM મોદી – HM અમિત શાહ  – CM વિજય રુપાણી અને Dy CM નીતિન પટેલ સહિતનાં મોટા અને દિગ્ગજ નેતાઓ પેઇજ અભિયાનમાં જોડાઇ સામાન્ય કાર્યકરતા સાથે ખભેખભો મીલાવી કામ કરવા માટે પ્રતિબદ્ધ થયા છે.

Farmers Protest / ખેડૂત આંદોલનનાં 19માં દિવસે ગુજરાતનાં તાત સહિત કેજરીવાલ પણ કરશે ઉપવાસ

For BJP Gujarat - Reviews | Facebook

ગુજરાતનાં તમામ ઝોન અને જિ.ઈન્ચાર્જની નિમણુંક બાદ હવે ગુજરાત પ્રદેશની બેઠક મળશે . બેઠકમાં સીએમ અને પ્રદેશ ભાજપ પ્રમુખની અધ્યક્ષતામાં તમામ જિલ્લા પ્રમુખો અને ચૂંટણી ઈન્ચાર્જ સાથે ચર્ચા અને વિચાર વિમર્શ કરવામાં આવશે તેવી વિગતો સામે આવી રહી છે. પ્રદેશ મોરચા પ્રમુખો બેઠકમાં હાજર રહેશે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભે રણનીતિ ઘડાશે.

આ પણ જુઓ – આજથી 6 મનપાની વર્તમાન ટર્મની મુદ્દત પૂર્ણ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…