survey/ લોકસભાની ચૂંટણી હાલ યોજાય તો જાણો કઇ પાર્ટીને કેટલી બેઠકો મળે,જાણો ચોંકાવનારો સર્વે

સર્વેમાં કોંગ્રેસ, ટીએમસી અને આમ આદમી પાર્ટી જેવા રાજકીય પક્ષોની બેઠકોનો પણ અંદાજ લગાવવામાં આવ્યો છે. આ સર્વે ટાઇમ્સ નાઉ-ઇટીજી દ્વારા કરવામાં આવ્યો છે

Top Stories India
લોકસભાની ચૂંટણી

લોકસભાની ચૂંટણી 2024 માટે લગભગ છ મહિના બાકી છે. તાજેતરમાં પૂર્ણ થયેલી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં હિન્દી હાર્ટલેન્ડના ત્રણ મહત્વના રાજ્યો મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં સરકાર બનાવ્યા બાદ અને નવું નેતૃત્વ આપ્યા બાદ ભાજપ આત્મવિશ્વાસથી ભરપૂર છે. 26 પક્ષોનું વિપક્ષી ગઠબંધન ‘india’ પણ સમીક્ષા અને વિચાર કરીને 2024 માટે તૈયારી કરી રહ્યું છે. વિપક્ષના નેતાઓ સતત દાવો કરી રહ્યા છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર તેમના ગઠબંધનથી પરાજિત થશે, પરંતુ આ દરમિયાન એક તાજેતરનો સર્વે સામે આવ્યો છે, જે મુજબ આજે ચૂંટણી થાય તો ભાજપની બમ્પર જીતની આગાહી કરવામાં આવી છે.

સર્વેમાં લોકસભાની ચૂંટણી માં    કોંગ્રેસ, ટીએમસી અને આમ આદમી પાર્ટી જેવા રાજકીય પક્ષોની બેઠકોનો પણ અંદાજ લગાવવામાં આવ્યો છે. આ સર્વે ટાઇમ્સ નાઉ-ઇટીજી દ્વારા કરવામાં આવ્યો છે.ટાઈમ્સ નાઉ-ઈટીજી સર્વે મુજબ, જો આજે લોકસભાની ચૂંટણી યોજાય તો કુલ 543 લોકસભા બેઠકોમાંથી ભાજપને મહત્તમ 308 થી 328 બેઠકો મળી શકે છે અને આ રીતે કેન્દ્રમાં મોદી સરકાર જીતની હેટ્રિક લગાવી શકે છે. . સર્વે મુજબ કોંગ્રેસને દેશભરમાં 52 થી 72 બેઠકો મળવાની આશા છે. જ્યારે ટીએમસીને 20થી 24 બેઠકો અને આમ આદમી પાર્ટીને 4થી 7 બેઠકો મળવાનો અંદાજ છે.

સર્વે અનુસાર લોકસભાની ચૂંટણી માં   ડીએમકેને 20 થી 24 બેઠકો, YSRCPને 24 થી 25 બેઠકો, બીજેડીને 13 થી 15 બેઠકો, BRSને 3 થી 5 બેઠકો અને અન્યને 66 થી 76 બેઠકો મળવાની ધારણા છે. સર્વેમાં દર્શાવવામાં આવેલા આંકડા મુજબ, અન્ય (66-76) કોંગ્રેસ (52-72) કરતા વધુ બેઠકો ગુમાવતા જોવા મળી રહ્યા છે.તમામ પક્ષો દ્વારા લોકસભાની ચૂંટણીની તૈયારીઓ વચ્ચે તાજેતરના સર્વેમાં પક્ષોના સંભવિત પ્રદર્શનને લગતા ડેટાનો અંદાજ લગાવવામાં આવ્યો છે, જેમાં ભાજપ સારી સ્થિતિમાં હોવાનું જણાય છે.

આ પણ વાંચો: માયાજાળ/ સાંતેજમાં દિવાળીને દિવસે  બાળકી પર અમાનુષી દુષ્કર્મ

આ પણ વાંચો:પહેલા બનાવની તપાસ ચાલતી હતી ત્યાં બીજી એક બાળકી ગુમ થતા પોલીસ ચોંકી ઉઠી