માયાજાળ/ સાંતેજમાં દિવાળીને દિવસે જ બાળકી પર અમાનુષી દુષ્કર્મ

બે યુવકો બાળકીને લોહીલુહાણ અને બેભાન હાલતમાં લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા…
પોલીસ તપાસમાં બાળકી સાથે દુષ્કર્મ કરાયું હોવાનું ખુલ્યું

Top Stories Mantavya Exclusive
WhatsApp Image 2023 12 08 at 7.10.58 PM સાંતેજમાં દિવાળીને દિવસે જ બાળકી પર અમાનુષી દુષ્કર્મ

@નિકુંજ પટેલ

ગાંધીનગર જીલ્લાના સાંતેજમાં આજથી બે વર્ષ પહેલા દિવાળીના તહેવાર દરમિયાન સૌ કોઈ જીંદગીમાં ઉજાશ પાથરવામાં વ્યસ્ત હતા. આ સમયગાળા દરમિયાન એક પછી એક ત્રણ બાળકી પર બળાત્કારના બનાવોને પગલે આ વિસ્તારમાં ચકચાર સાથે આતંક ફેલાયો હતો. જેમાં એક બાળકીની બળાત્કાર બાદ હત્યા પણ કરી નાંખવામાં આવી હતી. કુમળી વયની ત્રણ બાળકીઓ પર દુષ્કર્મના એક પછી એક ત્રણ બનાવોને પગલે પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

પ્રથમ બનાવની વિગત જોઈએ તો મધ્યપ્રદેશથી એક શ્રમજીવી પરિવાર મજુરી માટે ગાંધીનગર જીલ્લાના સાંતેજ ખાતે આવ્યો હતો. પરિવારમાં પતિ, પત્ની બે દિકરી અને એક દિકરાનો સમાવેશ થતો હતો. પતિ ફેક્ટરીમાં કામ કરતો હતો જ્યારે પત્ની પણ એક ફેક્ટીમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. 4 નવેમ્બર 2021નાં રોજ મહિલાનો પતિ નોકરી પર ગયો હતો જ્યારે મહિલા તેના બાળકો સાથે લાકડા વીણવા ગઈ હતી.

બપોરે મહિલા સાંતેજની એક કંપની પાસે લાકડા વીણી રહી હતી ત્યારે એક યુવક ત્યાં બાઈક લઈને આવ્યો હતો. તેણે મહિલાને કહ્યું હતું કે હું તારી દિકરીને કપડા લઈ આપુ છું. એમ કહીને યુવક મહિલાની પાંચ વર્ષની બાળકીને બાઈક પર બેસાડીને રવાના થયો હતો. મહિલા આ યુવકથી ખાસ પરિચીત ન હતી પણ ફક્ત જોયેથી ઓળખતી હતી. બીજીતરફ ઘણીવાર સુધી પોતાની દિકરીને લઈને યુવક પરત ન આવતા માતાને ચિંતા થવા લાગી હતી. મહિલા એટલી ગભરાઈ ગઈ હતી કે તેણે તેના પતિને પણ જાણ કરી ન હતી,. જોકે ફરિયાદ કરતી વખતે મહિલાએ આ અંગે તેના પતિને આ બાબત જણાવી હતી.

આ અંગે સાંતેજ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 363, 366, 376, (એ,બી) અને પોક્સો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનાની ગંભીરતાને લઈને પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી

બીજીતરફ સાંતેજ નામસેદ રોડ પર નર્મદા કેનાલ પાસેના મુખ્ય રોડ પર બાળકી લોહીલુહાણ અને બેભાન હાલતમાં પડેલી હતી. બાળકીને આ હાલતમાં જોઈને ત્યાંથી બાઈક પર જઈ રહેલા બે યુવકો ઉભા રહ્યા હતા. તેમણે બાળકીની ગંભીર હાલત જોઈને તાત્કાલિક તેને નજીકની એક હોટેલ પર લઈ ગયા. બાળકી થોડી ભાનમાં આવતા તેમણે બાળકીને પાણી પીવડાવ્યું. જોકે બાળકી કોણ છે અને ક્યાં રહે છે તેનો તેમને ખ્યાલ ન હતો. આથી તેની ઓળખ થાય તે માટે તેમણે મોબાઈલમાં બાળકીના ફોટા પાડ્યા. અહીંથી તેઓ બાળકીને લઈને સાંતેજ પોલીસ સ્ટેશન લઈને આવ્યા. પોલીસે બાળકીની હાલત જોઈને અંદાજ આવી ગયો હતો કે બાળકી પર અમાનુષી બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. પોલીસે સૌપ્રથમ બાળકીની ઓળખ કરવાની કામગીરી શરૂ કરી. પોલીસે તેમની ગાડીમાં બાળકીને બેસાડીને જીઆઈડીસી તથા અન્ય ઠેકાણે લઈ ગઈ જેથી બાળકીને તેનું ઘર યાદ આવે. દરમિયાન નાસમેદ તરફ જતી વખતે બાળકીએ તેનું ઘર બતાવતા પોલીસ તેના ઘરે પહોંચી.

બાળકીની માતાએ ફરિયાદમાં જે કંપની નજીકથી પોતાની દિકરીને બાઈક ચાલક લઈ ગયો હોવાનું કહ્યું હતું તે કંપનીના સીસીટીવી તપાસ્યા. પરંતુ તેમાં આવું કઈ બન્યું ન હોવાનું જણાયું. આથી પોલીસે ફરીથી બાળકીની માતાને પુછતા હકીકત કંઈક જુદીજ નીકળી. માતાએ પતિના ડરથી ખોટી ફરિયાદ લખાવી હોવાનું બહાર આવ્યું.

ખરેખર શુ બન્યું હતું અને બાળકીને આરોપી કેવી રીતે લઈ ગયો તે માટે જોતા રહો આગામી હપ્તો