Not Set/ કોંગ્રેસમાં જોડાઈ શકે છે BJP સાંસદ દેવજી ફતેપરા

ભાજપના સાંસદ દેવજી ફતેપરા કોંગ્રેસમાં જોડાઈ શકે છે. દેવજી ફતેપરાને ટિકીટ નહીં મળતા તેઓ ભાજપથી નારાજ થયા છે.ત્યારે આ તકનો લાભ લઈ કોંગ્રેસ હળવદની પેટા ચૂંટણીમાં મોટો ખેલ પાડવાની તૈયારીમાં લાગ્યું છે. દેવજી ફતેપરાને હળવદ વિધાનસભાની ટિકીટ આપી શકે છે કોંગ્રેસ.દેવજીને કોંગ્રેસ માથી ટિકીટ અપાવવા કોંગ્રેસમાં લોબિંગ ચાલી રહી છે.સુરેન્દનગરના મોટા ગજાના નેતાઓ દ્વારા દેવજી […]

Gujarat Politics
apm 8 કોંગ્રેસમાં જોડાઈ શકે છે BJP સાંસદ દેવજી ફતેપરા

ભાજપના સાંસદ દેવજી ફતેપરા કોંગ્રેસમાં જોડાઈ શકે છે. દેવજી ફતેપરાને ટિકીટ નહીં મળતા તેઓ ભાજપથી નારાજ થયા છે.ત્યારે આ તકનો લાભ લઈ કોંગ્રેસ હળવદની પેટા ચૂંટણીમાં મોટો ખેલ પાડવાની તૈયારીમાં લાગ્યું છે.

દેવજી ફતેપરાને હળવદ વિધાનસભાની ટિકીટ આપી શકે છે કોંગ્રેસ.દેવજીને કોંગ્રેસ માથી ટિકીટ અપાવવા કોંગ્રેસમાં લોબિંગ ચાલી રહી છે.સુરેન્દનગરના મોટા ગજાના નેતાઓ દ્વારા દેવજી ફતેપરા માટે હાઈકમાન્ડને રજૂઆત પણ કરવામાં આવી છે.

આપને જણાવી દઈયે કે દેવજી ફતેપરાએ હળવદમાં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી હતી.. તે સમયે તેઓનો ભવ્ય વિજય પણ થયો હતો. દેવજી ફતેપરાએ ભાજપના જયંતિ કાવડિયાને હરાવ્યા હતા… ત્યારે હવે કોંગ્રેસ ફરી એકવાર દેવજી ફતેપરાને આ બેઠક પરથી લડાવી બેઠક પોતાના કબ્જામાં કરવા જમીન આકાશ એક કરી રહી છે.

હવે જોવાનું એ છે કે નારાજ દેવજીભાઈને મનાવવામાં ભાજપ સફળ થાય છે કે પોતાનામાં ભેળવી દેવા કોંગ્રેસને મળશે સફળતા