Not Set/ ભાજપ ટી શર્ટનું માર્કેટિંગ કરવામાં વ્યસ્ત :પ્રિયંકા ગાંધીના પ્રહારો

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની બેઠકો વધારવા જોરદાર પ્રચાર કરી રહ્યાં છે અને હવે તેમને ભાજપ પર પ્રહાર કર્યા છે, પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરતા શિક્ષામિત્રોના પ્રશ્નો ઉઠાવ્યાં છે, લખ્યું છે કે, શિક્ષામિત્રોની મહેનતનું દરરોજ અપમાન થઈ રહ્યું છે, આ જ કારણે હજારો પીડિતોએ આપઘાત કર્યા છે, જે લોકોએ વિરોધ કર્યો તેમના પર બેફામ […]

India Trending
apm 9 ભાજપ ટી શર્ટનું માર્કેટિંગ કરવામાં વ્યસ્ત :પ્રિયંકા ગાંધીના પ્રહારો

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની બેઠકો વધારવા જોરદાર પ્રચાર કરી રહ્યાં છે અને હવે તેમને ભાજપ પર પ્રહાર કર્યા છે, પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરતા શિક્ષામિત્રોના પ્રશ્નો ઉઠાવ્યાં છે, લખ્યું છે કે, શિક્ષામિત્રોની મહેનતનું દરરોજ અપમાન થઈ રહ્યું છે, આ જ કારણે હજારો પીડિતોએ આપઘાત કર્યા છે, જે લોકોએ વિરોધ કર્યો તેમના પર બેફામ લાઠીઓ વરસાવવામાં આવી, ન્યાય માંગે તો કાયદાનો ડર બતાવીને ચૂપ કરાવી દેવાય છે, ભાજપના નેતાઓ ટી-શર્ટના માર્કેટિંગમાં વ્યસ્ત છે, કાશ તેઓ પીડિતો પર પણ થોડું ધ્યાન આપતા હોત. ભાજપના નેતાઓ હાલમાં મે ભી ચોકીદાર હું ના સ્લોગન સાથે ના ટી શર્ટનુંં જોરદાર માર્કેટિંગ કરી રહ્યાં છે.

વર્ષ 2015માં અલ્હાબાદ હાઇકોર્ટે સરકાર તરફથી પ્રાથમિક શાળાઓમાં કામ કરતા શિક્ષા મિત્રોની સહાયક શિક્ષકો તરીકે કરવામાં આવેલી નિમણૂકને ગેરકાયદે ગણાવી હતી, આદેશની અસર કરાર આધારિત બે લાખ જેટલા શિક્ષા મિત્રો પર પડી હતી, બીએસપીના સાશન દરમિયાન શિક્ષા મિત્રોની નિમણૂંક કરવામાં આવી હતી, આ માટે તેમને બે વર્ષનો બેઝિક ટ્રેનિંગ કોર્સ કરાવવામાં આવતો હતો, 2012માં સમાજવાદી પાર્ટીની નવી સરકાર શિક્ષા મિત્રોને કાયમી કરવા માટે વિધાનસભામાં વટહુકમ લાવી હતી, 2014ના વર્ષ સુધીમાં તેમની નોકરી સરકારે કાયમી કરી દીધી હતી.

બાદમાં સુપ્રીમે શિક્ષા મિત્રોની અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે જ્યાં સુધી તે લોકો TET પરીક્ષા પાસ નથી કરતા ત્યાં સુધી તેમની હંગામી નોકરીને સરકારી નોકરીમાં બદલી ન શકાય, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આવા શિક્ષકોને પગાર રૂ. 38,848માંથી ઘટાડીને રૂ. 3500 કરી દેવામાં આવ્યો હતો. જોકે, યોગી સરકારે આવા શિક્ષકોનો પગાર વધારીને રૂ. 10 હજાર કર્યો હતો, પરંતુ હજુ આ શિક્ષકોને અન્યાય થતો હોવાથી તેમની સાથે હવે પ્રિયંકા ગાંધી ઉભા રહ્યાં છે.