Not Set/ #..પોલીસ કર્મીની હવે ખેર નથી..!!# પોલીસ કર્મીએ મોટર વ્હીકલ એક્ટનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે – જો. ટ્રાફિક કમિશનર

કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિક ના નિયમો અંગે નિયમોને કડક બનાવતા છેલ્લા કેટલાક દિવસોમાં લોકો ટ્રાફિકના નિયમો પ્રત્યે સજાગ બન્યા છે. લોકો તો સજાગ બન્યા છે, પરંતુ દંડ ઉઘરાવનાર પોલીસ કર્મચારી પોતાની ફરજ ભૂલી રહયા છે. અને અવાર નવાર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને સરેઆમ જાહેરમાં લોકોની વચ્ચે પોતાના યુનિફોર્મ સાથે બાઇક લઈને નિયમોનું ભંગ કરતાં જોવા […]

Ahmedabad Gujarat
WhatsApp Image 2019 09 07 at 10.57.09 #..પોલીસ કર્મીની હવે ખેર નથી..!!# પોલીસ કર્મીએ મોટર વ્હીકલ એક્ટનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે – જો. ટ્રાફિક કમિશનર

કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિક ના નિયમો અંગે નિયમોને કડક બનાવતા છેલ્લા કેટલાક દિવસોમાં લોકો ટ્રાફિકના નિયમો પ્રત્યે સજાગ બન્યા છે. લોકો તો સજાગ બન્યા છે, પરંતુ દંડ ઉઘરાવનાર પોલીસ કર્મચારી પોતાની ફરજ ભૂલી રહયા છે. અને અવાર નવાર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને સરેઆમ જાહેરમાં લોકોની વચ્ચે પોતાના યુનિફોર્મ સાથે બાઇક લઈને નિયમોનું ભંગ કરતાં જોવા મળી રહ્યા છે.
જાણતા તેમણે દંડ તો ના કરી શકે, પરંતુ સજાગ નાગરિકો દ્વારા તેમના ફોટા અને વિડીયો ઉતારીને સોસિયલ મીડિયા માં મૂકવામાં આવી રહ્યા છે. જેને લઈને પોલીસ વિભાગની ખાતાકીય છાપ ખરડાઇ રહી છે.

latter #..પોલીસ કર્મીની હવે ખેર નથી..!!# પોલીસ કર્મીએ મોટર વ્હીકલ એક્ટનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે – જો. ટ્રાફિક કમિશનર

 

હમણાં બે દિવસ પહેલા જ અમદાવાદનાં એક પોલીસ કર્મચારીનો હેલ્મેટ વિના અને ફોન પર વાત કરતાં  બાઇક ચલાવતો ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો, જેને લઈને ટ્રાફિક વિભાગે તેને 1100 રૂપિયા દંડ ફટકાર્યો હતો અને તેની પાવતી પણ સોશિયલ મીડિયામાં વાઇરલ કરવાની ફરજ પડી હતી.

આવા તો અનેક ફોટા અને વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે. જેને લઈને જોઇન્ટ પોલીસ કમિશ્નર ટ્રાફિક દ્વારા આવા પોલીસ કર્મીઑ માટે એક આદેશ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં સ્પષ્ટ  લખવામાં આવ્યું છે કે, પોલીસ કર્મીઓના આવા ફોટાને લઈને પોલીસ ખાતાની છ્બિ ખરડાઇ રહી છે, અને ઘણી જ અશોભનીય બાબત છે, માટે દરેક કર્મચારી મોટર વ્હીકલ એક્ટ નો ચુસ્ત પણે પાલન કરવાનો રહેશે. તેના માટે તા. 7 સપ્ટેમ્બર થી લઈને સપ્ટેમ્બર દરમિયાન ખાસ ટ્રાફિક ઝુંબેશ ચલાવવામાં આવશે. અને વાયોલેશન કરનાર કર્મચારી વિરુધ્ધ નિયંત્રણ અધિકારીને  શિસ્ત અંગે પગલાં ભરવા માટે સૂચના આપવામાં આવી છે.

આ અંગે થાણા ઇન્ચાર્જ અધિકારીએ  આવા કર્મચારીની વિગત મદદનિશ પોલીસ કમિશ્નર ને મોકલી આપવાની રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.