ગાંધીનગર/ મુખ્યમંત્રી રૂપાણી બે દિવસ જુનાગઢ પ્રવાસે સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નિમિતે જાશે

ગુજરાત પોલીસને પ્રજાની સુરક્ષા માટે વધુ સુસજ્જ કરવાના ભાગરૂપે જૂનાગઢથી મુખ્યમંત્રી ગુજરાત પોલીસને 10 હજાર બોડી વોર્ન કેમેરા અને 15 ડ્રોન કેમેરા સિસ્ટમ અર્પણ કરશે.

Gujarat Others
Untitled 183 મુખ્યમંત્રી રૂપાણી બે દિવસ જુનાગઢ પ્રવાસે સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નિમિતે જાશે

રાજય માં  આ વખતે  કોરોના ની  બીજી લહેર  ખુબ જ  ભયંકર જોવા મળી હતી . જેમાં લાખો લોકો કોરોના સંક્રમિત થયા હતા   તેમજ ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા . જેમના પગલે   આ વખતે રાજય માં અનેક મેળાઓ તેમજ  તહેવારો ની ઉજવણી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો . હવે જયારે કોરોના કેસ ઘટતા  સરકાર દ્વારા જાહેર કાર્યકમ માં મંજુરી  આપવમાં આવી છે .  ત્યરે  જુનાગઢ માં  છેલ્લા 2 દિવસથી  રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે  એટહોમ કાર્યક્રમ યોજાશે. જેમાં પ્રબુધ્ધ નાગરીકો, અગ્રણી અને સમાજ શ્રેષ્ઠીઓને તેઓ શુભકામનાઓ પાઠવશે. ત્યારબાદ સાંજે 6:30 કલાકે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તારા નામે ઓ સ્વતંત્રતા થીમ આધારીત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.. જેમાં પણ રાજયપાલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે.

તા.15મી ઓગષ્ટે સવારે 9 કલાકે જૂનાગઢમાં બિલખા રોડ સ્થિત પરેડ ગ્રાઉન્ડમાં 75માં સ્વાત દિનની ઉજવણી કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહી ધ્વજવંદન કરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપશે. અને મુખ્યમંત્રી 75માં સ્વાતંત્ર પર્વ નિમિતે રાજ્યના પ્રજાજનોને સંભોધન કરી શુભકામના પાઠવશે. ગુજરાત પોલીસને પ્રજાની સુરક્ષા માટે વધુ સુસજ્જ કરવાના ભાગરૂપે જૂનાગઢથી મુખ્યમંત્રી ગુજરાત પોલીસને 10 હજાર બોડી વોર્ન કેમેરા અને 15 ડ્રોન કેમેરા સિસ્ટમ અર્પણ કરશે.