Not Set/ પાકિસ્તાનના ડ્રોન ષડયંત્રને નિષ્ફળ બનાવવા માટે ભારતે સ્વદેશી એન્ટી ડ્રોન ગન તૈયાર કરી

એન્ટી ડ્રોન ગન 360 ડિગ્રી એન્ગલ સુધી ફેરવીને હવામાં 700 થી 800 મીટરની આસપાસ શૂટ કરી શકે છે

Top Stories
બંદૂક પાકિસ્તાનના ડ્રોન ષડયંત્રને નિષ્ફળ બનાવવા માટે ભારતે સ્વદેશી એન્ટી ડ્રોન ગન તૈયાર કરી

પાકિસ્તાન તેની નાપાક હરકતો કરતો જ રહે છે,સરહદ પારથી  અવાર નવાર ડ્રોન દેશમાં મોકલે છે પરતું હવે તેનો આ કિમીયો કામમાં લાગશે નહી ભારતે તેના માટે વિકલ્પ શોધી કાઢયું છે.પાકિસ્તાનના ડ્રોનના ષડયંત્રને નિષ્ફળ બનાવવા માટે ભારતીય સેનાએ હવે નવી બંદૂક તૈયાર કરી છે. આ  અઘતન બંદૂક પાકિસ્તાન દ્વારા મોકલવામાં આવેલી કોઈપણ ઉડતી વસ્તુને તોડી પાડવામાં  સક્ષમ છે. આ ટેકનોલોજી સાથે, 3 ઇન્સાસ રાઇફલોને સ્વદેશી ટેકનોલોજી સાથે એવી રીતે જોડવામાં આવી છે કે જ્યારે ટ્રિગર દબાવવામાં આવે ત્યારે ત્રણેય બંદૂકો તેમના લક્ષ્ય પર વારાફરતી ફાયરિંગ કરી શકે છે.

બંદૂકની મેગેઝિનમાં 20 રાઉન્ડ એટલે કે 20 ગોળીઓ હોય છે. જ્યારે ત્રણેય બંદૂકો વારાફરતી ગોળીબાર કરી શકે છે  એક મિનિટમાં સતત 60 ગોળીઓ ચલાવી શકાય છે અને દુશ્મન ડ્રોનને મારી શકે છે. ડ્રોન અંધારાનો ફાયદો ઉઠાવીને છટકી શકશે નહી આ માટે સમાન બુલેટ મેગેઝિનને પ્રકાશિત કરતી ટ્રેસર બુલેટ પણ સ્થાપિત કરવામાં આવી છે. આ ટ્રેસર બુલેટ ફાયર પોઝિશનની માહિતી આપશે.

એન્ટિ ડ્રોન ગન 360 ડિગ્રી એન્ગલ સુધી ફેરવીને હવામાં 700 થી 800 મીટરની આસપાસ શૂટ કરી શકે છે. દુશ્મન ડ્રોન માટે આ ખતરનાક ફાયરપાવરની બંદૂકથી બચવું મુશ્કેલ બનશે. સુરક્ષા દળોનું માનવું છે કે આ બંદૂકનો ઉપયોગ કર્યા બાદ દુશ્મનોને પણ ભારતીય સરહદમાં ડ્રગ્સ અને હથિયારો ફેંકતા અટકાવવામાં આવશે.