Political/ નાગાલેન્ડની ઘટના પર રાહુલ ગાંધી બગડ્યા, કહ્યુ- આખરે ગૃહ મંત્રાલય શું કરી રહ્યુ છે

નાગાલેન્ડની ઘટના પર રાહુલ ગાંધી એ કહ્યુ કે, આ હૃદયદ્રાવક છે. ભારત સરકારે સાચો જવાબ આપવો જોઈએ. ગૃહ મંત્રાલય આખરે શું કરી રહ્યું છે જ્યારે નાગરિકો, સુરક્ષા કર્મચારીઓ પણ પોતાની જમીન પર સુરક્ષિત નથી.

Top Stories India
રાહુલ ગાંધી

કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ રવિવારે નાગાલેન્ડનાં મોન જિલ્લામાં બળવાખોરી વિરોધી કાર્યવાહી દરમિયાન અનેક નાગરિકોનાં મોતની પૃષ્ઠભૂમિમાં કેન્દ્ર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, “જ્યારે સામાન્ય લોકો અને સુરક્ષાકર્મીઓ તેમની પોતાની જમીન પર સુરક્ષિત નથી તો સરકારે યોગ્ય જવાબ આપવો જોઇએ કે ગૃહ મંત્રાલયે આખરે શું કરી રહ્યુ છે.

આ પણ વાંચો – Covid-19 / સુરેન્દ્રનગરમાં ઓમિક્રોનનો શંકાસ્પદ કેસ નોંધાયો, આફ્રિકાથી લિંબડી આવ્યો હતો શખ્સ

નાગાલેન્ડમાં પોલીસે જણાવ્યું હતું કે, રાજ્યનાં મોન જિલ્લામાં સુરક્ષા દળો દ્વારા કથિત ગોળીબારમાં ઓછામાં ઓછા 11 નાગરિકો માર્યા ગયા હતા. પોલીસે કહ્યું કે, તેઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે કે શું તે ખોટી ઓળખનો મામલો છે. આ ઘટનાની પૃષ્ઠભૂમિમાં રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે, આ હૃદયદ્રાવક છે. ભારત સરકારે સાચો જવાબ આપવો જોઈએ. ગૃહ મંત્રાલય આખરે શું કરી રહ્યું છે જ્યારે નાગરિકો, સુરક્ષા કર્મચારીઓ પણ પોતાની જમીન પર સુરક્ષિત નથી. સૈન્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે, મ્યાનમારની સરહદે આવેલા મોન જિલ્લામાં આતંકવાદીઓની સંભવિત હિલચાલ વિશે વિશ્વસનીય બાતમીનાં આધારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સેનાએ જણાવ્યું કે, ઓપરેશનમાં અનેક સુરક્ષાકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે અને એક જવાન શહીદ થયો છે.

આ પણ વાંચો – સંકટમાં ગુજરાત / રાજ્યમાં Omicron નાં દર્દીની વાંચો ટ્રાવેલ હિસ્ટ્રી, જામનગર-રાજકોટ બાદ શું અમદાવાદમાં હશે એન્ટ્રી?

સેનાએ રવિવારે આ મામલે ‘કોર્ટ ઓફ ઈન્ક્વાયરી’નો આદેશ આપ્યો હતો અને આ ઘટનાને “અત્યંત નિંદનીય” ગણાવી હતી. સૈન્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે, મ્યાનમારની સરહદે આવેલા મોન જિલ્લામાં આતંકવાદીઓની સંભવિત હિલચાલની વિશ્વસનીય ગુપ્ત માહિતીનાં આધારે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સેનાએ કહ્યું કે, ઓપરેશનમાં ઘણા સુરક્ષાકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે અને એક જવાનનું મોત થયું છે.