Not Set/ ઉન્નાવ: હિન્દુસ્તાન પેટ્રોલિયમ પ્લાન્ટની ટાંકીમાં બ્લાસ્ટ, ફાયર બ્રિગેડનાં અનેક વાહન ઘટના સ્થળે

પ્લાન્ટની આજુબાજુ 4-5 કિમીના વિસ્તારમાં ચેતવણી જારી કરીને ટ્રાફિક અટકાવવામાં આવ્યો છે. પ્લાન્ટમાં યુદ્ધના ધોરણે લિકેજ અટકાવવાનું કામ ચાલી રહ્યું છે. ઉન્નાવના હિન્દુસ્તાન પેટ્રોલિયમ પ્લાન્ટમાં મોટો અકસ્માત થયો છે. વાલ્વ લિક થવાને કારણે ટાંકીમાં તીવ્ર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ પ્લાન્ટમાં નાસભાગ મચી છે. વિસ્ફોટથી થતાં આગને કાબૂમાં લેવા ફાયર બ્રિગેડના અનેક વાહનો ઘટના સ્થળે […]

Top Stories India
પેટ્રોલિયમહિદુસ્તાન ઉન્નાવ: હિન્દુસ્તાન પેટ્રોલિયમ પ્લાન્ટની ટાંકીમાં બ્લાસ્ટ, ફાયર બ્રિગેડનાં અનેક વાહન ઘટના સ્થળે

પ્લાન્ટની આજુબાજુ 4-5 કિમીના વિસ્તારમાં ચેતવણી જારી કરીને ટ્રાફિક અટકાવવામાં આવ્યો છે. પ્લાન્ટમાં યુદ્ધના ધોરણે લિકેજ અટકાવવાનું કામ ચાલી રહ્યું છે.

ઉન્નાવના હિન્દુસ્તાન પેટ્રોલિયમ પ્લાન્ટમાં મોટો અકસ્માત થયો છે. વાલ્વ લિક થવાને કારણે ટાંકીમાં તીવ્ર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ પ્લાન્ટમાં નાસભાગ મચી છે. વિસ્ફોટથી થતાં આગને કાબૂમાં લેવા ફાયર બ્રિગેડના અનેક વાહનો ઘટના સ્થળે પહોંચી ગયા છે. હાલ ઈજાગ્રસ્તોની માહિતી મળી નથી. લખનૌથી ફાયર બ્રિગેડના ઘણા વાહનો પણ સ્થળ પર જવા રવાના થયા છે.

પ્લાન્ટની આજુબાજુ 4-5 કિમીના વિસ્તારમાં ચેતવણી જારી કરીને ટ્રાફિક બંધ કરવામાં આવ્યો છે. પ્લાન્ટમાં યુદ્ધના ધોરણે લિકેજ અટકાવવાનું કામ ચાલી રહ્યું છે. સલામતીને ધ્યાનમાં રાખીને નજીકના ઘણા ગામોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.