અરુણાચલ પ્રદેશ/ કામેંગ સેક્ટરમાં હિમસ્ખલનમાં ફસાયા સેનાના સાત જવાન, બચાવ કામગીરી ચાલુ

કામેંગ સેક્ટરમાં ઊંચાઈવાળા વિસ્તારમાં હિમસ્ખલન થતાં ભારતીય સેનાના સાત જવાન ફસાયા છે. સત્તાવાર સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું કે, ફસાયેલા લોકોને શોધવા માટે શોધ અને બચાવ કામગીરી ચાલુ છે…

Top Stories India
સેક્ટર

અરુણાચલ પ્રદેશના કામેંગ સેક્ટરમાં ઊંચાઈવાળા વિસ્તારમાં હિમસ્ખલન થતાં ભારતીય સેનાના સાત જવાન ફસાયા છે. સત્તાવાર સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું કે, ફસાયેલા લોકોને શોધવા માટે શોધ અને બચાવ કામગીરી ચાલુ છે. તેમણે કહ્યું કે, સેનાના જવાનો પેટ્રોલિંગ પાર્ટીમાં સામેલ હતા. અને તેઓ રવિવારેહિમસ્ખલનમાં ફસાઈ ગયા હતા.

આ પણ વાંચો:ચૂંટણી પહેલા ગુરમીત રામ રહીમ જેલમાંથી આવશે બહાર, 3 અઠવાડિયાની રજા મળશે

આપને જણાવી દઈએ કે, “સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. રાહત કાર્યમાં મદદ માટે નિષ્ણાતોની ટીમને એરલિફ્ટ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારમાં હવામાન ખરાબ છે અને ભારે હિમવર્ષા થઈ રહી છે.”

ઊંચાઈવાળા વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવું મુશ્કેલ
શિયાળાના મહિનાઓમાં, ઊંચાઈવાળા વિસ્તારોમાં પેટ્રોલિંગ મુશ્કેલ બની જાય છે. ભૂતકાળમાં પણ આવી ઘટનાઓમાં સેનાએ પોતાના સૈનિકોને ગુમાવ્યા છે. મે 2020 માં, સિક્કિમમાં હિમસ્ખલન થયો હતો જેમાં બે સૈન્યના જવાનો માર્યા ગયા હતા.

ઑક્ટોબર 2021માં હિમસ્ખલનમાં નૌકાદળના પાંચ જવાનો માર્યા ગયા હતા
ગયા વર્ષે ઓક્ટોબરમાં ઉત્તરાખંડમાં ત્રિશુલ પર્વત પર હિમસ્ખલનમાં નૌકાદળના પાંચ જવાન ફસાયા હતા, જ્યાં તેઓ અભિયાનમાં હતા. બાદમાં તેમના મૃતદેહ મળી આવ્યા હતા. ફેબ્રુઆરી 2020 માં, સરકારે સંસદમાં જણાવ્યું હતું કે, 2019 માં, સિયાચીન ગ્લેશિયરમાં હિમસ્ખલનને કારણે છ સૈન્યના જવાનો માર્યા ગયા હતા, જ્યારે અન્ય વિસ્તારોમાં આ સમાન ઘટનાઓમાં 11 અન્ય લોકો માર્યા ગયા હતા.

આ પણ વાંચો:ધોરણ 10 અને 12નું પરિણામ CISCEએ જાહેર કર્યું, આ રીતે ચેક કરો..

આ પણ વાંચો: રાહુલ ગાંધીએ ચન્નીને ગરીબનો દીકરો કહ્યુ, પણ શું ખરેખર તે ગરીબ છે? જાણો