અકસ્માત/ બંગાળમાં રેલવે અકસ્માતમાં અત્યાર સુધી 7 લોકોનાં મોત 45 ઇજાગ્રસ્ત,વળતરની જાહેરાત

 પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને કેટલાક કોચ પલટી ગયા હતા.

Top Stories India
2 8 બંગાળમાં રેલવે અકસ્માતમાં અત્યાર સુધી 7 લોકોનાં મોત 45 ઇજાગ્રસ્ત,વળતરની જાહેરાત

 પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને કેટલાક કોચ પલટી ગયા હતા. આ અકસ્માતમાં ઓછામાં ઓછા સાત મુસાફરોના મોત થયા છે અને 45થી વધુ લોકો ઘાયલ થયા છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર છ કોચ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયા છે. દુર્ઘટના સમયે ટ્રેનમાં 1053 મુસાફરો હતા. અકસ્માત સ્થળ ગુવાહાટીથી 360 કિમીથી વધુ દૂર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રેન દુર્ઘટના સંદર્ભે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે વાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. અકસ્માત પર એક ટ્વિટમાં, વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, “રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે વાત કરીને પશ્ચિમ બંગાળમાં ટ્રેન દુર્ઘટનાને પગલે પરિસ્થિતિનો અભ્યાસ કર્યો. મારી સંવેદના પીડિતોના પરિવારો સાથે છે. હું ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના કરું છું. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે પણ વાત કરી હતી અને અકસ્માતની જાણકારી લીધી હતી.

દુર્ઘટના પર દુખ વ્યક્ત કરતા રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, મેં પીએમ મોદી સાથે વાત કરી છે અને તેમને બચાવ કામગીરીની જાણકારી આપી છે. ઝડપી બચાવ કામગીરી માટે હું વ્યક્તિગત રીતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છું. હું કાલે સવારે સાઈટ પર પહોંચું છું. અમારું ધ્યાન બચાવ પર છે. અકસ્માત અને દરેક પાસાની ઉંડાણપૂર્વક તપાસ થશે.

ભારતીય રેલ્વેએ દરેક મૃતકના નજીકના સંબંધીઓ માટે રૂ. 5 લાખ, ગંભીર રીતે ઇજાગ્રસ્તોને રૂ. 1 લાખ અને નાની ઇજાઓવાળાઓને રૂ. 25,000ની સહાયની જાહેરાત કરી છે. રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુખ્ય લાઇન પર થયેલા અકસ્માતને કારણે ગુવાહાટી તરફ જતી તમામ ટ્રેનોને હાલ પુરતી અટકાવી દેવામાં આવી છે.