અટકાયત/  જામનગરમાં એસીબીની સફળ ટ્રેપ, પોલીસ કર્મી લાંચ લેતા ઝડપાયા

પોલીસ કર્મી 15 હજારની લાંચ લેતા ઝડપાયા
યોગેન્દ્રસિંહ રાઠોડ નામનો પોલીસકર્મી લાંચ લેતા ઝડપાયા
15 હજારની લાંચ માંગતા જાગૃત નાગરિકે કરી હતી ફરિયાદ

Gujarat Others
mendarda 10  જામનગરમાં એસીબીની સફળ ટ્રેપ, પોલીસ કર્મી લાંચ લેતા ઝડપાયા

પોલીસ કર્મી 15 હજારની લાંચ લેતા ઝડપાયા
યોગેન્દ્રસિંહ રાઠોડ નામનો પોલીસકર્મી લાંચ લેતા ઝડપાયા
15 હજારની લાંચ માંગતા જાગૃત નાગરિકે કરી હતી ફરિયાદ
ACBએ સફળ ટ્રેપ કરી રૂપિયા કબજે કર્યા
પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી

જામનગર acb એ લાંચ કેસમાં પોલીસ કર્મીઓની અટકાયત કરી છે.  તું ક્રિકેટ મેચના સોદાઓ કરે છો તેમ કહી ફરિયાદી ઉપર પોતાની મીઠી નજર રાખવા પોતાના તથા ડી-સ્ટાફના અન્ય બે કર્મચારીઓના એમ કુલ – 3 (ત્રણ) કર્મચારીઓ ના કુલ- રૂ.૧૫૦૦૦/- આઈ.પી.એલ. ક્રિકેટ ની ફાઇનલ મેચ પતી જાય પછી આપવા ની માંગણી કરી, વાયદો કર્યો હતો. 


જે લાંચ ની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય, જેથી આજરોજ દેવભૂમિ દ્વારકા એસીબી પોસ્ટે નો સંપર્ક કરી, પોતાની ફરિયાદ આપતા, ખંભાળિયા મુકામે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં આરોપી નં (૧)નાએ ફરિયાદી ને ફોન થી જણાવેલ કે, આ લાંચની રકમ આ કામના આરોપી નં-(૨)નાને તેની ‘મહેક’ નામની મોબાઈલ ની દુકાને આપી દો. જેથી આરોપી નં.(૧) ના કહ્યા મુજબ ફરીયાદીએ આરોપી નં.(૨)નાને લાંચ ની રકમ આપી, આરોપી નં (૨)નાએ ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારી આરોપી નં.(૧)સાથે ફોન થી વાત કરી, બંને આરોપીઓ પકડાઇ ગયા છે. 

 બન્ને આરોપીઓ ને હાલ એસીબી પોસ્ટે નીગરાની હેઠળ રાખવામાં આવ્યા છે. કોરોના કોવીડ-૧૯ ના રિપોર્ટ કરાવી અટક કરવાની કાર્યવાહી કરવામાં આવશે.