ઉજવણી/ મોઢેરા સૂર્ય મંદિર ખાતે ઉજવાતા ઉત્તરાર્ધ મહોત્સવને પણ લાગ્યુ કોરોનાગ્રહણ

ગુજરાતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વપ્રસિદ્ધ મોઢેરાનાં સૂર્યમંદિર ખાતે આવતીકાલે સાંજે 6 કલાકે ઉત્તરાર્ધ મહોત્સવ યોજાશે. પરંતુ આ વખતે કોરોના લીધે મોટા પ્રમાણમાં લોકો

Gujarat Others
modhera sun temple મોઢેરા સૂર્ય મંદિર ખાતે ઉજવાતા ઉત્તરાર્ધ મહોત્સવને પણ લાગ્યુ કોરોનાગ્રહણ

ગુજરાતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વપ્રસિદ્ધ મોઢેરાનાં સૂર્યમંદિર ખાતે આવતીકાલે સાંજે 6 કલાકે ઉત્તરાર્ધ મહોત્સવ યોજાશે. પરંતુ આ વખતે કોરોના લીધે મોટા પ્રમાણમાં લોકો એકત્રિત નહી થઇ શકે. આ મહોત્સવમાં દેશના ખ્યાતનામ કલાકારો આવશે અને અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. દિગ્ગજ કલાકારો પોતાની કલાના કામણથી લોકોને મંત્રમુગ્ધ કરશે.

મહોત્સવમાં અનેક રાજયના કલાકારો ભાગ લેશે અને પોતાની સંસ્કૃતિની આગવી ઓળખ દર્શાવશે. રાજયમાં કોરોના લીધે મેળાઓ અને વિવિધ કાર્યકર્મોની મનાય છે, તેને ધ્યાનમાં લઇને આ વખતે અપેક્ષિત લોકો જ આ મહોત્સવમાં ઉપસ્થિત રહશે. કોરોનાણે લીધે આં વખતે આ મહોત્સવ 1 દિવસ જ યોજાશે. જે સામાન્ય રીતે 3 દિવસ માટે યોજવામાં આવે છે.

મોઢેરાનું સૂર્ય મંદિર, દરેક ખૂણામાંથી લાલ અને સોનેરી રંગના રંગથી રંગાયેલું છે જે નૃત્ય મહોત્સવ દરમિયાન જાન્યુઆરીની રાતને અજાયબીથી પ્રકાશિત કરે છે. સોલંકી સામ્રાજ્યનું મહાકાવ્ય, મોઢેરાનું સૂર્ય મંદિર, ઉત્સવ દરમિયાન પ્રાયન્સીંગ સ્ટેપ્સના લયબદ્ધ ધબકારા સાથે ફરી વળે ઉત્સવ દરમિયાન આયોજિત નૃત્ય અને સંગીત કાર્યક્રમો આ ક્ષેત્રના ભાગની નૃત્ય અને કલાની વિશિષ્ટતાની ઉજવણી કરે છે.

મોઢેરામાં ડાન્સ ફેસ્ટિવલ માં તેજસ્વી નર્તકો અને મ્યુઝિકલ્સને એક ઉત્તમ મ્યુઝિકલ રજૂ કરવા માટે લાવે છે. ઉત્સવમાં દર્શાવવામાં આવતા વિવિધ નૃત્ય સ્વરૂપોમાં ભરત નાટ્યમ, કુચિપુડી, કથકનો સમાવેશ થાય છે. . વર્ષો જૂની પરંપરાઓને પુનર્જીવિત કરવા અને ભૂતકાળના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસોને માન આપવા માટે, મો મોઢેરા નૃત્ય મહોત્સવ ધામધૂમથી આદરણીય છે.

લોકો ભૂતકાળના સમૃદ્ધ વારસોની સાક્ષી અને નજર રાખવા માગે છે તેઓને મોેરા ડાન્સ ફેસ્ટિવલનો ભાગ હોવો જોઈએ. આં મહોત્સવ જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયામાં યોજવામાં આવતો હોઈ છે. જે ૩ દિવસ માટે હોઈ પરંતુ આ વખતે તે 1 દિવસ પુરતો જ યોજવામાં આવ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…