Not Set/ ચેક રિટર્ન કેસ મામલો , જામનગરની કોર્ટ પુરાવાના અભાવને કારણે આરોપીને નિર્દોષ છોડયો

આસામીએ સંબંધ દાવે રૂપિયા ચાર લાખની રકમ હાથ ઉછીની લીધા પછી આપેલો ચેક બેંકમાંથી પરત ફર્યો હતો.

Gujarat
law image ચેક રિટર્ન કેસ મામલો , જામનગરની કોર્ટ પુરાવાના અભાવને કારણે આરોપીને નિર્દોષ છોડયો

ચેક રિટર્ન કેસમાં આમતો મોટા ભાગે સજા અથવા સમાધાન થઈ જતું હોય છે, પરંતુ બહુ ઓછા કેસમાં એવું બને છે કે આરોપીને કોર્ટ પુરાવના અભાવને કારણે નિર્દોષ છોડી દેતી હોય છે. કારણકે ચેક રિટર્નના કેસમાં મુખ્યત્વે પુરાવા ઉપર જ ચાલે છે. જેથી તેમાં જેટલા વધારે પુરાવા હોય છે એટલા આરોપીના કેસમાંથી મુક્ત થવાના ચાન્સ ખુબજ ઓછા હોય છે. તાજેતરની જો વાત કરી તો જામનગર જિલ્લાની કોર્ટએ ચેક રિટર્ન કેસમાં આરોપીને પુરાવાના અભાવને કારણે કેસમાંથી મુક્ત કર્યો હતો.

વડોદરાના એક આસામી સામે ખંભાળિયાની અદાલતમાં બે વર્ષ પહેલાં ચેક પરતની ફરિયાદ નોંધાવાઈ હતી. તે કેસમાં આરોપીનો છૂટકારો ફરમાવવામાં આવ્યો છે.

વડોદરાના રહેવાસી અજિત મધુકર સોનવાલ નામના આસામી સામે ખંભાળિયાની અદાલતમાં ચેક પરતની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ આસામીએ સંબંધ દાવે રૂપિયા ચાર લાખની રકમ હાથ ઉછીની લીધા પછી આપેલો ચેક બેંકમાંથી પરત ફર્યો હતો.

ઉપરોકત કેસ ચાલી જતાં આરોપીના વકીલ પ્રતીક એમ જોષીએ કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો.

ઉલ્લેખનીય છે કે , આ કેસમાં બચાવ પક્ષ અને ફરિયાદ પક્ષ તરફથી જોરદાર દલીલો કરાઇ હતી તેમજ પુરાવા પણ કોર્ટની સમક્ષ રજૂ કરાયા હતા. જોકે, પુરાવાથી કોર્ટમાં આરોપીનો ગુનો સાબિત થઈ ન શક્યો હતો. જેથી કોર્ટે આરોપીની સામે લાગેલા આક્ષેપોની સામે નિર્દોષ છોડી મુકવાનો હુકમ જાહેર કર્યો હતો.