Gujarat/ અમદાવાદમાં ‘જનઔષધિ જાગૃતિ પદયાત્રા’નું આયોજન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી ગરીબો અને મધ્યમવર્ગ માટેની કલ્યાણકારી યોજના એટલે ‘પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના

Top Stories Gujarat
10 અમદાવાદમાં 'જનઔષધિ જાગૃતિ પદયાત્રા'નું આયોજન

Jan Aushadhi:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી ગરીબો અને મધ્યમવર્ગ માટેની કલ્યાણકારી યોજના એટલે ‘પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના. જેમાં ગુણવત્તાસભર જેનરિક દવા ભારતીય જન ઔષધિ કેન્દ્રો પરથી પૂરી પાડવામાં આવે છે.આ યોજના અને જેનેરિક મેડિસન પ્રત્યે જાગૃતિ અર્થે દર વર્ષની જેમ આ વર્ષે પણ જન ઔષધિ સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં તા. ૦૨ માર્ચ ૨૦૨૩, ગુરુવારના રોજ સવારે ૦૯.૩૦ વાગ્યે, કાકરીયા ગેટ નંબર ૧ થી જન ઔષધિ કેન્દ્ર, મણિનગર સુધી ‘જનઔષધિ જાગૃતિ પદયાત્રા’ નું અમદાવાદ પશ્ચિમના  સાસંદ  કીરીટભાઈ સોલંકી ના હસ્તે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવશે.

Jan Aushadhi આ પદયાત્રાનો ઉદ્દેશ લોકો સુધી જનઔષધી પ્રત્યે સજાગતા પહોંચાડવાનો છે. આ પ્રસંગે ગાંધીજીના વેશમાં શ્રી દિપક અંતાણી પણ વિશેષ ઉપસ્થિત રહેશે.આ પ્રસંગે અમદાવાદ શહેરના સૌ નાગરિકોને પદયાત્રામાં ભાગ લેવા આમંત્રણ પાઠવું છું.

Jan Aushadhi પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગરીબોને સસ્તી અને ગુણવત્તાયુક્ત દવા મળી રહે તે માટે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના દ્વારા નાગરિકોને 50% થી 90% સુધી દવાઓ સસ્તી મળી રહી છે. તારીખ 7મી માર્ચ ‘જનઔષધિ’ દિવસ તરીકે મનાવવામાં આવે છે, જે હેઠળ આ વર્ષે તારીખ 1 માર્ચ થી 7 માર્ચ સુધી ‘જનઔષધિ સપ્તાહ’ તરીકે દેશભરમાં ઉજવવાનું નક્કી કર્યું છે.પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્ર-મણીનગર દ્વારા જનઔષધિ સંકલ્પ યાત્રા-જનયાત્રામાં સામેલ થવા અને જનઔષધિ દવાઓ પ્રત્યે જાગૃતિ ફેલાવવા સર્વે નાગરિકોને આમંત્રણ છે.

હુમલો/ઈરાનમાં 10 ગર્લ્સ શાળા પર ઝેરી ગેસથી કરવામાં આવ્યો હુમલો,100થી વધુ વિદ્યાર્થીનીઓની હાલત ગંભીર

weather information/રેકોર્ડ બ્રેક તાપમાન, અચાનક આટલી ગરમી કેમ વધવા લાગી? વાંચો વિસ્તૃતમાં

Political/બિહારના CM નીતિશ કુમારે તમામ પક્ષોના ધારાસભ્યોને જાણો શું કરી વિનંતી

Jammu Kashmir/PoKમાં બેસીને ષડયંત્ર રચનારા આતંકવાદીઓની હવે ખૈર નથી, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કરી મોટી કાર્યવાહીની