Accident/ માઁએ પોતાનો લાડલો ગુમાવ્યો,ઈન્ક્મ ટેક્સ પાસે અકસ્માતમાં યુવકનું મોત

અમદાવાદના ઈન્ક્મ ટેસ્ક ચાર રસ્તા પાસે બાઈક અને બસ વચ્ચે થયેલા અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બનાવમાં એક મહિલાને પણ ગંભીર ઈજાઓ પહોંચી હોવાના સમાચાર સામને આવતા 108 ઇમરજન્સી સેવાએ તાત્કાલિક મહિલાને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં હાલ મહિલાની સારવાર ચાલી રહી છે. અક્સમાતમાં બાઈક ચાલક બસની પાછળથી ઘુસ્યો હોવાનું ઘટનાને નજરો […]

Ahmedabad Gujarat
PICTURE 4 97 માઁએ પોતાનો લાડલો ગુમાવ્યો,ઈન્ક્મ ટેક્સ પાસે અકસ્માતમાં યુવકનું મોત

અમદાવાદના ઈન્ક્મ ટેસ્ક ચાર રસ્તા પાસે બાઈક અને બસ વચ્ચે થયેલા અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બનાવમાં એક મહિલાને પણ ગંભીર ઈજાઓ પહોંચી હોવાના સમાચાર સામને આવતા 108 ઇમરજન્સી સેવાએ તાત્કાલિક મહિલાને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં હાલ મહિલાની સારવાર ચાલી રહી છે.

IMG 20210215 WA0026 e1613396671454 માઁએ પોતાનો લાડલો ગુમાવ્યો,ઈન્ક્મ ટેક્સ પાસે અકસ્માતમાં યુવકનું મોત

અક્સમાતમાં બાઈક ચાલક બસની પાછળથી ઘુસ્યો હોવાનું ઘટનાને નજરો નજરથી જોનારા લોકોનું કહેવું છે. પરંતુ, ખરેખર ઘટના કેવી રીતે ઘટી તેનું તટસ્થ કારણ મેળવવા માટે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે.ભર બપોરે અકસમાત થતા રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક પોલીસે ડેડ બોડીને તાત્કાલિક પોસ્ટ મોર્ટમ માટે મોકલી દઈને રોડ ઉપર થયેલા ટ્રાફિક જામને હળવો કરવાની કોશિશ કરી હતી.

ઉલ્લેખનીય છે કે શહેરમાં ઘણી બધી જગ્યાએ ટ્રાફિક જામ ન થાય તે માટે ઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેથી લોકો પોતાના સમય ઉપર પોતાના મુકામે ઝડપથી પહૉચી શકે. આમ, સરકાર દ્વારા લોકોની દરેક સમસ્યાઓને સાંભળવામાં પણ આવી રહી અને તે સમસ્યાનો નિકાલ લાવવાનો પ્રયાસ પણ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. પરંતુ. કેટલાક ઉત્સાહી લોકો ઉતાવળમાં આવી જઈને રોડ ઉપર પુરઝડપે વાહન દોડાવતા હોય છે અને તેના કારણે ઘણી વાર એવું પણ બનતું હોય છે કે ધમખવાર અકસ્માતમાં તેમને પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે. આમ, અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતમાં મોતના કિસ્સા સતત વધતા જ જઈ રહ્યા છે. જે સરકાર અને પ્રજા એમ બંને માટે ખુબજ ચિંતાનો વિષય છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…