Ahmedabad/ ચૂંટણી ટાણે 1.34 કરોડ સાથે યુવકની કરાઈ ધરપકડ, પાછળથી સામે આવી હકીકત

અમદાવાદમાં ચૂંટણી પહેલા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. રામોલ પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે જે રૂ. 1.34 કરોડની હેરાફેરી કરી રહ્યો હતો. હાલ પોલીસ આરોપીની પુછપરછ કરી રહી છે.

Ahmedabad Gujarat
a 113 ચૂંટણી ટાણે 1.34 કરોડ સાથે યુવકની કરાઈ ધરપકડ, પાછળથી સામે આવી હકીકત

અમદાવાદમાં ચૂંટણી પહેલા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. રામોલ પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે જે રૂ. 1.34 કરોડની હેરાફેરી કરી રહ્યો હતો. હાલ પોલીસ આરોપીની પુછપરછ કરી રહી છે. ચુંટણીના માહોલ વચ્ચે કરોડો રૂપિયા મળતા હોબાળો મચી ગયો છે.

રામોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ. દવેએ જણાવ્યું કે સ્થાનિક ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા જાળવવા પોલીસને એલર્ટ કરવામાં આવી છે. દરમિયાન પીએસઆઇ બી.બી. સોલંકીને બાતમી મળી હતી કે રામોલ રીંગરોડ પાસેની મહાકાળી દાલબાટી રેસ્ટોરન્ટ પાસે એક શખ્સ કરોડો રૂપિયા લઈને પસાર થવાનો છે.

બાતમી મળતાં પોલીસે રિંગરોડ પર પેટ્રોલિંગ કર્યું હતું. દરમિયાન, એક વ્યક્તિ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, પોલીસને તેની ઉપર શંકા જતા તેને રોકવાનું કહેવામાં આવ્યું. તેના બેંગમાંથી લગભગ 1.34 કરોડ રૂપિયા મળી આવ્યા હતા. પોલીસે આ પૈસા અંગે પૂછપરછ કરી હતી.

પરંતુ આરોપી પાસે પૈસાની કોઈ હિસાબ નહતો, તે પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યો હતો. પોલીસે જણાવ્યું કે આરોપી વડોદરાનો ભાવેશ કુમરા ધનશ્યામભાઇ વાળંદ છે. આ પૈસા કોના છે તે અંગે તેણે કોઈ માહિતી આપી નથી. આરોપીની ધરપકડ કરીને ભારતીય દંડ સંહિતાની કલમ 41 (1) ડી હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

નોંધપાત્ર વાત એ છે કે ચૂંટણીના વાતાવરણની વચ્ચે રૂ. 1.34 કરોડની હેરાફેરી થતા  દોડધામ મચી ગઈ છે. આ ચૂંટણીમાં રૂપિયા ઉપયોગ થવાની સંભાવનાને કારણે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ