Not Set/ બાળકીની નિર્મમ હત્યા બાદ આઘાતમાં પિતાએ ફિનાઇલ પીને કર્યો આપઘાત

સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના (Dadra Nagar haveli) નરોલી (Naroli) વિસ્તારમાં પડોશીએ હિચકારું કૃત્ય કર્યું છે જેના પગલે સ્થાનિકોનો રોષ ચરમસીમાએ પહોંચી ગયો છે. આ ઘટનામાં એક ચાર વર્ષની બાળકી પર તેના પડોશીએ જ દુષ્કર્મ આચરી અને તેની કરપીણ હત્યા કરી નાંખી છે. આરોપી આટલાથી જ ન અટકતાં બાળકીના શરીરના ટુકડા કરીને તેને કોથળામાં ભર્યા હતા. શુક્રવારે […]

Top Stories Gujarat Surat
valsad બાળકીની નિર્મમ હત્યા બાદ આઘાતમાં પિતાએ ફિનાઇલ પીને કર્યો આપઘાત

સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના (Dadra Nagar haveli) નરોલી (Naroli) વિસ્તારમાં પડોશીએ હિચકારું કૃત્ય કર્યું છે જેના પગલે સ્થાનિકોનો રોષ ચરમસીમાએ પહોંચી ગયો છે. આ ઘટનામાં એક ચાર વર્ષની બાળકી પર તેના પડોશીએ જ દુષ્કર્મ આચરી અને તેની કરપીણ હત્યા કરી નાંખી છે. આરોપી આટલાથી જ ન અટકતાં બાળકીના શરીરના ટુકડા કરીને તેને કોથળામાં ભર્યા હતા. શુક્રવારે બનેલી ઘટનામાં આજે એટલે કે શનિવારે આ આઘાત સહન ન કરી શકતાં બાળકીના પિતાએ ફિનાઇલ પીને આપઘાત કરી લીધો હતો. ત્યારે હવે પરિવારમાં માતા અને બાળકીનો 15 દિવસનો ભાઇ જ બચ્યાં છે. પરિવાર પર દુઃખનો ડુંગર આવી પડ્યો છે.

આ જઘન્ય કૃત્ય સેલવાસના નરોલીના આશાપુરા એપાર્ટમેન્ટમાં બન્યું છે. શુક્રવારના બપોરના રોજ બાળકી ગુમ થઈ હતી. જ્યારે રાત્રે તેની લાશ મળી આવી હતી. પોલીસે 40 ફ્લેટમાં ચકાસણી બાદ એક ફ્લેટના ટોઈલેટની બારીનો કાંચ તૂટેલો દેખાતા એ ફ્લેટમાં રહેતા સંતોષ રજત નામના આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી સંતોષે બપોરે ઘર પાસે રમતી બાળકીને ઉપાડીને પોતાના ફ્લેટમાં લઈ ગયો હતો. જ્યાં તેણે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું અને તેની ઠંડા કલેજે ક્રુરતાપૂર્વક હત્યા કરી હતી. ત્યારબાદ બાળકીના મૃતદેહને કોથળામાં ભરી બાથરૂમની બારીમાંથી પેસેજમાં ફેંકી દીધો હતો.

બાળકીના ગુમ થવાની ખબર પડતાં પાડોશીઓ જ્યારે બાળકીને શોધી રહ્યા હતા ત્યારે આરોપીએ પોતે કંઈ જાણતો ન હોવાનો ડોળ કર્યો હતો. બાળકીની સાથે બનેલી આ ઘટના બાદ તેના પિતા પણ આઘાતમાં સરી પડ્યા હતા અને મોડી રાત્રે ફિનાઇલ પી અને આપઘાત કરી લેતાં તેમનું પણ કરુણ મોત નીપજયું હતું.