Covid-19/ અમદાવાદમાં માસ્ક વિના બહાર નીકળયા તો સાવધાન, AMC કરશે દંડનીય કાર્યવાહી

ગુજરાત રાજયમાં ધીમી ગતિએ પણ કોરોના કેસમાં સતત વધારો નોધાઈ રહ્યો છે. રાજ્યમાં નોધાતા કુલ કેસમાથી 50% કેસ માત્ર અમદાવાદ શહેરમાંથી નોધાઈ રહ્યા છે.

Ahmedabad Gujarat
12 18 અમદાવાદમાં માસ્ક વિના બહાર નીકળયા તો સાવધાન, AMC કરશે દંડનીય કાર્યવાહી

ગુજરાત રાજયમાં ધીમી ગતિએ પણ કોરોના કેસમાં સતત વધારો નોધાઈ રહ્યો છે. રાજ્યમાં નોધાતા કુલ કેસમાથી 50% કેસ માત્ર અમદાવાદ શહેરમાંથી નોધાઈ રહ્યા છે. ત્યારે અમદાવાદ મનપા પણ કોરોના સામે લડી લેવા મક્કમ બન્યું છે. કોરોના કાળમાં લાગુ કરવામાં આવેલા કડક પ્રતિબંધો ઉપર ફરી એક વાર અમલમાં મૂકવામાં આવે તેવી પરિસ્થિતી સર્જાય તે પહેલા જ મનપાએ પાણી પહેલા પાળ બાંધવાની કોશીશ કરી છે. અને શહેરમાં માસ્ક ને ફરી એકવાર ફરજિયાત કર્યું છે.

અમદાવાદ શહેરના જાહેર સ્થળો, ભીડભાડવાળી જગ્યાઓ, મોલ, મલ્ટીપ્લેક્સ કોમર્શિયલ કોમ્પ્લેક્સ, સહિતની જગ્યાઓ ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)નું આરોગ્ય વિભાગ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા અને કોરોનાની ગાઇડ લાઇનનું ચેકિંગ શરૂ કરવામાં આવશે. કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરનારા સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે, જેથી ફરી એકવાર હવે લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત છે, જે પણ વ્યક્તિ માસ્ક નહીં પહેર્યું હોય સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

નોધનીય છે કે સમગ્ર દેશ અને રાજ્યમાં ધીમીગતિએ કોરોનાના કેસો વધી રહ્યાં છે. ત્યારે રાજ્યમાં ગઇકાલે કોરોનાના નવા 140 કેસ નોંધાયા હતાં. રાજ્યમાં સતત પાંચમાં દિવસે 100 કરતા વધુ કેસ સામે આવ્યા હતાં. જેમાં સૌથી વધારે અમદાવાદમાં 81 જેટલાં કેસ નોંધાયા હતાં. ત્યારે હવેથી અમદાવાદના જાહેર સ્થળો અને ભીડભાડવાળી જગ્યાઓ તેમજ મોલ, મલ્ટીપ્લેક્સ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ સહિતની જગ્યાઓ ઉપર માસ્ક પહરેવું ફરજિયાત કરાયું છે. જે લોકો માસ્ક નહીં પહેરે તેઓને AMCની ટીમ દંડ ફટકારશે.

મનપા આરોગી વિભાગના વડા ભાવિન સોલંકીએ જણાવ્યુ હતું કે, રાજયમજયારે કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ મનપા દ્વારા માસ્ક સંબંધિત નિયમો ફરીએકવાર લાગુ પાડવામાં આવ્યા છે. શહેરમાં કોરોનાની ગાઈડલાઈનનું કડકાઈથી પાલન કરવામાં આવશે.