ભરૂચ/ શુકલતીર્થ ઉત્સવને આખરી ઓપ

ભરૂચના સુપ્રસિધ્ધ પવિત્ર યાત્રાધામ શુકલતીર્થ ખાતે આજથી શરૂ થતા બે દિવસીય શુકલતીર્થ ઉત્સવની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

Gujarat Others
YouTube Thumbnail 2023 12 09T123555.596 શુકલતીર્થ ઉત્સવને આખરી ઓપ

@મનિષ કંસારા  

Bharuch News: ભરૂચના સુપ્રસિધ્ધ પવિત્ર યાત્રાધામ શુકલતીર્થ ખાતે આજથી શરૂ થતા બે દિવસીય શુકલતીર્થ ઉત્સવની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ આવશ્યક સેવાઓ જેવી કે વાહનોનાં પાર્કીગ, પીવાનાં પાણી, સેનીટાઈઝેશન, આરોગ્ય તથા વિવિધ કચેરીઓના કેમ્પ, લાઈટીંગ, સાઈનેઝીશ વગેરે જેવી માળખાકીય સુવિધાઓમાં નાગરિકોને ઉત્સવનો કંઈ પણ મુશ્કેલી ન પડે કાળજીપૂર્વક કામગીરી કરાય તેવું સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

Untitled 7 7 શુકલતીર્થ ઉત્સવને આખરી ઓપ

અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચ જિલ્લો પ્રવાસન ક્ષેત્રે બહોળી નામનાં ધરાવે છે. ત્યારે શુક્લતીર્થ ઉત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. જેમાં આજે તા. ૯ મી ડિસેમ્બરે શનિવારનાં રોજ (૧) શિવ નૃત્ય (સાંઈ નૃત્ય અકાદમી) (૨) સીદી ધમાલ નૃત્ય (૩)  આદિવાસી લોક નૃત્ય(રાઠવા નૃત્ય) (૪) લોક ડાયરો (ધર્મેશ બારોટ અને અપેક્ષા પંડયા)  તથા તા. ૧૦ મી ડિસેમ્બર રવિવારના રોજ  (૧) રોકર્સ ડાન્સ એકેડમી (પૂર્વેશ પટેલ) (૨) નવરંગ ગૃપ( વૈશાલી બેન) (૩) ગામીત નૃત્ય (નિર્મલાબેન ગામીત) (૪) ત્વીષા વ્યાસ એન્ડ ડાન્સીંગ વાયોલીન ગ્રૃપ –ડમરૂ ડાકલા (૫) લોક ડાયરો (જિજ્ઞેશ કવિરાજ) વગરે સાંસ્કૃતિક કાર્યક્રમો શુકલતીર્થ ઉત્સવમાં પ્રસ્તુત કરવામાં આવશે.

Untitled 7 8 શુકલતીર્થ ઉત્સવને આખરી ઓપ

નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ ઉપસ્થિત અમલિકરણ અધિકારીઓને મેળા અંગેનાં આયોજન અંગે સુચારૂ વ્યવસ્થા થાય તે માટેનાં જરૂરી સૂચનો તથા માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું. પ્રાંત અધિકારી આર જે શાહ સહિત અમલીકરણ વિભાગનાં અધિકારીઓ તથા કર્મચારીઓ  ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 શુકલતીર્થ ઉત્સવને આખરી ઓપ


આ પણ વાંચો:દ્વારકા સિરપકાંડના વ્હાઇટ કોલર બુટલેગરોની ધરપકડ, અન્ય ચાર ફરાર

આ પણ વાંચો:અંબાજી પ્રસાદ કેસમાં આરોપી જતીન શાહે કર્યો આપઘાત

આ પણ વાંચો:વ્યાજખોરનો આતંક યથાવત,અમરોલીનો પરિવાર વ્યાજના વિષચક્રમાં ફસાયો

આ પણ વાંચો:53 વર્ષ જુના ST ડેપોની જર્જરીત હાલત, ઠેર ઠેર કચરો અને દારૂની બોટલ મળી જોવા