સુરતઃ ગુજરાતમાં અને કદાચ દેશમાં અનોખો કહી શકાય તેવો આત્મહત્યાનો કિસ્સો આવ્યો છે. સુરતમાં નિશા (નામ બદલ્યું છે) નામની 20 વર્ષની યુવતીએ મોબાઇલ ડિપ્રેશનના લીધે આત્મહત્યા કરી હતી. તેની છેલ્લા બે મહિનાથી સારવાર ચાલતી હતી.
સુરતની 20 વર્ષની નિશાને મોબાઇલની લત લાગી હતી અને આ લત એવી લાગી હતી કે તેના લીધે તે ગૂગલને એક વ્યક્તિ સમજવા લાગી હતી. મોબાઇલની લતના લીધે તેને ગૂગલ દેખતું હોવાનું અને ગૂગલ બોલતું હોવાનુ લાગવા માંડ્યું હતું. મનોચિકિત્સકે તેને ફોનની લત છોડાવવાની કહેતા યુવતીના કુટુંબે તેને એક મહિનાથી ફોન આપ્યો ન હતો.
નિશાને મોબાઇલ ફોનની એવી લત પડી ગઈ હતી કે તે ગૂગલને વ્યક્તિ માની તેની બધી વાતો માનતી હતી. સુરતના અઠવાના ગોપીપુરા વિસ્તારમાં રહેતી નિશા નામની યુવતીએ ચહેરાની કસરત કરવા માટે ગૂગલમાં સર્ચ કરવાનું શરૂ કર્યુ હતું. તેના પગલે લાગેલી ગૂગલની લતે તેને માનસિક રીતે વિકલાંગ બનાવી દીધી હતી.
તેના પર ગૂગલ એટલી હદ સુધી છવાઈ ગયું હતું કે તે કંઇપણ કામ કરવાનું હોય તો એમ જ કહે કે ગૂગલ કહે તો કરીશ, ન કરવાનું હોય તો એમ કહે કે ગૂગલ નહીં કરે તો નહીં કરુ. તે કહેતી કે ગૂગલ મને ખાવાની ના પાડે છે, મને મંદિરે જવાની ના પાડે છે તેવો બબડાટ ઘરમાં કર્યા કરતી હતી.
નિશાના માતાપિતાએ તેની આદત છોડાવવા મનોચિકિત્સકને બતાવતા તેમણે તેને ફોન ન આપવા જણાવ્યું હતું. તેના લીધે માબાપે તેને એક મહિનાથી ફોન આપ્યો ન હતો. તેના પરિણામે તેણે શનિવારે સાંજે નોકરીએથી આવી આત્મહત્યા કરી લીધી હતી. આમ મોબાઇલની લતે નિશાનો જીત લીધો હતો.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ