India in UN/ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં જરૂરી સુધારાની તાત્કાલિક જરૂર: ભારત

ભારતના G4 સહયોગીઓ- બ્રાઝિલ, જાપાન અને જર્મનીએ 193 સભ્ય દેશોના વિચારોની વિવિધતા અને બહુમતીના મહત્વ પર જોર આપતા નોન પરમેનન્ટ કેટેગરીમાં વધુ પ્રતિનિધિત્વ માટે …….

Top Stories World Breaking News
Beginners guide to 2024 03 10T145644.915 સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં જરૂરી સુધારાની તાત્કાલિક જરૂર: ભારત

New Delhi News: સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ રુચિરા કંબોજે 78માં સેશનની અનૌપચારિક બેઠકમાં રજૂઆત કરતા કહ્યું છે કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં જરૂરી સુધારાની તાત્કાલિક જરૂર છે. આ સુધારા પર એક દસકા કરતા વધુ સમયથી ચર્ચાઓ થઈ રહી છે, પણ પરિણામ જોવા મળ્યુ નથી. આશરે 25 વર્ષ (1/4) વીતી ચુક્યા છે. વિશ્વ અને આપણી આવનારી પેઢીઓ હવે વધુ રાહ જોઈ શકતી નથી. તેમણે હજુ કેટલી રાહ જોવી પડશે?’

વર્ષ 2000માં મિલેનિયમ શિખર સમ્મેલનમાં વર્લ્ડ લીડર્સની સુરક્ષા કાઉન્સિલમાં વ્યાપક સુધાર લાવવા પ્રયાસોને તેજ કરવા સંકલ્પ લેવામાં આવ્યો હતો. આવતા વર્ષ UNની 80મી વર્ષગાંઠ છે. આવા સમયે  જરૂરી સુધારા કરવા જરૂરી છે.

ભારતના કાયમી પ્રતિનિધિ રુચિરા કંબોજે કહ્યું કે, આપણે આફ્રિકા સહિત યુવાન અને ભાવિ પેઢીઓના અવાજ પર ધ્યાન આપીને સુધારાને આગળ વધારવો જોઈએ. જો આવું નહીં થાય તો આપણે પરિષદને અનામી અને અપ્રસ્તુતતા થવાના માર્ગ પર મોકલી દઈશુ. ભારત વધુ સમાવિષ્ટ અભિગમ અપનાવવાનો પ્રસ્તાવ આપે છે. યુએનએસીના વિસ્તારને માત્ર બિન-સ્થાયી સભ્યો સુધી મર્યાદિત કરવાથી તેના બંધારણમાં અસમાનતા વધવાનો ભય રહેશે. અમે પરિષદની કાયદેસરતા માટે તેના માળખામાં પ્રતિનિધિઓ અને સમાન ભાગીદારીની જરૂર પર ભાર મૂકીએ છીએ.

રુચિરા કંબોજે એ વાત પર પણ ભાર મૂક્યો કે, વીટો પાવરે કાઉન્સિલની સુધારા પ્રક્રિયામાં અવરોધ ના બનવો જોઈએ. તેમણે રચનાત્મક વાતચીત માટે મુદ્દા પર નરમ વલણનું આહ્વાન પણ કર્યું અને કહ્યું કે નવા સ્થાયી સભ્યોને સમીક્ષા દરમિયાન નિર્ણય થવા સુધી વીટોનો ઉપયોગ નહીં કરવો જોઈએ.

ભારતના G4 સહયોગીઓ- બ્રાઝિલ, જાપાન અને જર્મનીએ 193 સભ્ય દેશોના વિચારોની વિવિધતા અને બહુમતીના મહત્વ પર જોર આપતા નોન પરમેનન્ટ કેટેગરીમાં વધુ પ્રતિનિધિત્વ માટે ભારતના આહ્વાનને પુનરાવર્તિત કર્યુ. રૂચિરા કંબોજે તે ખાસ જૂથો કે દેશોની ઓળખ કરવાની સલાહ આપી જે સુધારા પ્રક્રિયામાં વિશેષ ધ્યાન આપવા અને તેમનો અવાજ ધ્યાનથી સાંભળવાલાયક છે.

યુનાઈટેડ કિંગડમ, જે પરિષદનો સ્થાયી સભ્ય છે. તેણે પણ ટ્વિટ કરીને ભારતના સુધારા સૂચનનું સમર્થન કર્યુ છે. બ્રિટને ટ્વિટ કરી છે કે, ‘સુરક્ષા પરિષદને આજની દુનિયાના વધુ પ્રતિનિધિ હોવા જોઈએ. અમે તેના વિસ્તારનું સમર્થન કરીએ છીએ અને એક વધુ વિવિધ, પ્રભાવી પરિષદ જોવા માંગીએ છીએ. G4 દેશ બ્રાઝિલ, જર્મની, ભારત અને જાપાનની પાસે સ્થાયી બેઠકો હોવી જોઈએ અને તેમના માટે સ્થાયી પ્રતિનિધિત્વ હોવું જોઈએ.’


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:IPL 2024/ ચેન્નાઈ સુપર કિંગ્સને વધુ એક મોટો ફટકો, આ ક્રિકેટર થયો ઘાયલ

આ પણ વાંચો:Farmers Protest Update/ દેશભરમાં આજે ‘રેલ રોકો’ આંદોલન, સરહદી વિસ્તારોમાં કડક સુરક્ષા

આ પણ વાંચો:કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો કયા નેતાને ક્યાંથી મળી ટિકિટ