નાગરિકતા સુધારા અધિનિયમ, એનઆરસીનો વિરોધ કરનાર એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીએ ગૃહમંત્રી અમિત શાહ પર દેશને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (એનપીઆર) એ દેશમાં રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (એનઆરસી) લાગુ કરવા તરફનું પ્રથમ પગલું છે.
ઓવૈસીએ અમિત શાહ પર દેશને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવતા કહ્યું કે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દેશની જનતાને કેમ ભ્રામિત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, અમિત શાહે લોકસભામાં મારું નામ લઇને કહ્યુ હતું કે ઓવૈસી જી એનઆરસી આખા દેશમાં લાગુ કરવામાં આવશે.
Asaduddin Owaisi, AIMIM: Why is Home Minister misleading the nation? In Parliament he said 'Owaisi ji NRC will be implemented in the whole country'. Amit Shah sahab, as long as the sun keeps rising from the east we will keep telling the truth. NPR is the first step towards NRC. https://t.co/toAQU3yjV3 pic.twitter.com/8vgAqne8Ce
— ANI (@ANI) December 24, 2019
હવે તેઓ તેના વિશે જુદી જુદી વાતો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, અમિત શાહ સહેબ, જ્યાં સુધી પૂર્વથી સૂર્ય ઉગશે ત્યાં સુધી અમે સાચું કહેતા રહીશું. ઓવૈસીએ કહ્યું કે, એનઆરસી માટે એનપીઆર એ પહેલું પગલું છે. તેમણે કહ્યું કે, એનપીઆર એપ્રિલ 2020 માં પૂર્ણ થશે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર નાગરિકતા અધિનિયમ, 1955 મુજબ એનપીઆર કરવા જઈ રહી છે, તો શું તે એનઆરસી સાથે જોડાયેલ નથી?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.ઓ
