Not Set/ જસદણ : કોંગ્રેસનું ખેડૂત સંમેલન, વીંછિયા ભાજપ પ્રમુખ-ઉપપ્રમુખ કોંગ્રેસમાં જોડાયા

જસદણ-વીંછિયા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જસદણના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જદસણ વિધાનસભાની પેટા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ ખેડૂત સંમેલન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની અધ્યાક્ષતામાં રાખવામાં આવ્યું હતું. આ સંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા છે. પરેશ […]

Top Stories Gujarat Others

જસદણ-વીંછિયા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જસદણના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જદસણ વિધાનસભાની પેટા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ ખેડૂત સંમેલન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની અધ્યાક્ષતામાં રાખવામાં આવ્યું હતું.

mantavyanews.com

આ સંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા છે. પરેશ ધાનાણી અને અમિત ચાવડાની હાજરીમાં જસદણ ભાજપના પૂર્વ પ્રમુખ અને વીંછિયા તાલુકા ભાજપના પ્રમુખ કોંગ્રેસમાં જોડાયા હતા.

આ સંમેલનમાં અમિત ચાવડા, ધારાસભ્ય ઋત્વીજ મકવાણા, લલિત કગથરા, નૌશાદ સોલંકી સહિતના કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા છે. ભાજપ દ્વારા પણ પેટા ચૂંટણીને લઇને એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.

mantavyanews.com

વીંછિયા તાલુકા ભાજપ પ્રમુખ વાછાણી નાથાભાઇ, વીંછિયા તાલુકા ભાજપના ઉપપ્રમુખ અરવિંદભાઇ ઝાપડિયા, ભરતભાઇ ગોહિલ ઉપપ્રમુખ યુવા ભાજપ વીંછિયા સહિત 16 જેટલા લોકો અમિત ચાવડાની અધ્યક્ષતામાં કોંગ્રેસમાં જોડાયા હતા. જસદણ શહેર પૂર્વ ભાજપ પ્રમુખ ગજેન્દ્રભાઇ રામાણી પણ કોંગ્રેસમાં જોડાઇ દીપ પ્રાગટ્ય કર્યું હતું.